Savarkundla,તા.18
સાવરકુંડલા શહેરમાં આવેલ આનંદ આશ્રમ પાસે આવેલ વોર્ડ નંબર ત્રણના કોળીવાડા નાકા વિસ્તારમાં અધૂરા રોડને પૂરો કરવા માટે આ રોડના કોન્ટ્રાક્ટર સાથે આ વિસ્તારના રહીશોએ મોરચો માંડ્યો અધૂરો રોડ પૂરો કરવા ફોન પર કોન્ટ્રેક્ટર સાથે ગરમા ગરમ રકઝક પણ થઈ.. સ્થાનિકોમાં છેલ્લા ત્રણેક માસથી ખોદાયેલો રોડ પૂર્ણ ન થતાં ભારે રોષ જોવા મળ્યો
આ વિસ્તારમાં અધૂરો રોડના કારણે અહીંના સિનિયર સિટીઝન બાળકો પ્રસુતા વગેરે માટે ચાલવું ભારે મુશ્કેલ બન્યું રોડ સંદર્ભે ફોન પર કોન્ટ્રેક્ટરે જણાવ્યું હતું કે પહેલાં મેઈન બઝારનું કામ પુરૂ કરવાનું છે. અને આ ધારાસભ્યની સૂચના છે એમ ફોન પર જણાવતાં આ વિસ્તારના સ્થાનિકો ભારે રોષે ભરાયા. આ સમયે આ વિસ્તારના કાઉન્સિલર મશરૂ અને કમલેશભાઈ રાનેરા પણ ઉપસ્થિત હતાં મામલો થાળે પાડવા ભારે પ્રયાસ કર્યા પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવ્યું ત્રણેક મહિના જેનો રોડ ખોદ્યાને સમય થતા સ્થાનિકોએ યુધ્ધના ધોરણે આ રોડ પૂર્ણ કરવા માંગ કરી આ વિસ્તારના નગરપાલિકા સદસ્યો દ્વારા પણ આ અધૂરો રોડ પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હજુ સુધી રોડ અધૂરો છે. જેથી આ મામલે સ્થાનિકોનો રોષ ન ખાળી શક્યા. એક વૃધ્ધ માજી પણ આ રોડ પર પડતાં હાડકા ભાંગી જતાં ખાટલે પડ્યા આ વિસ્તારમાં બસ થોડા દિવસમાં જ બે ત્રણ લગ્ન પ્રસંગો પણ છે તેમણે મહેમાનોને કેવી રીતે સાચવવા જાનને કેમ સાચવવી? એ દ્વિધામાં છે.
તો હિમાંશુભાઈ સાથે કોન્ટ્રેક્ટરે રોડ સંદર્ભે ફોન પર વાતચીત કરી હિમાંશુભાઈએ આ રોડને પૂર્ણ કરવાની વાત કરી હિમાંશુભાઈએ રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવેલ
નગરપાલિકા સદસ્ય કમલેશભાઈએ અધૂરા રોડ સંદર્ભે લોકો સમક્ષ વાત કરી તો સ્થાનિકો દ્વારા આ રોડ હજુ કેમ પૂરો નથી થયો? એવી રજૂઆત સાથે અણિયાળા સવાલો પણ કર્યા.
કોન્ટ્રાક્ટરના કર્મચારી સાથે થયેલી રોડ પૂરો કરવા સ્થાનિકોએ રકજક પણ કરી ખોદેલ રોડની પરિસ્થિતિ વર્ણવતા સ્થાનિકોની આંખમાં આંસુ આવી ગયા. વધુમાં જણાવ્યું હતું કે ત્યાં માતાજીનો મઢ આવેલ છે ત્યાં ચડવા માટે ટિંગાવું પડે અમુક વયસ્ક તો અંદર ન જઈ શકે તેવી સ્થિતિ છે એટલે રોડ પરથી માતાજીના દર્શન કરી લે છે આમ રોડ પૂરો ન થતાં સ્થાનિકોએ મિડિયા સમક્ષ પણ પોતાની હૈયાવરાળ ઠાલવી હૈયું હળવું કરવાનો પ્રયાસ કર્યો
એક વૃધ્ધ વડીલ દાદાએ પોતાના અંતર મનની વ્યથા વર્ણવતાં જણાવ્યું હતું કે નગરપાલિકા ટેક્ષ તો વધારે છે પરંતુ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર આવો અસહ્ય વિલંબ કરે એ ન્યાયી ગણાય ખરું? આખરે સ્થાનિકોનો રોષ જોઈને ટ્રેકટરમાં ભરેલ ચેનલો આખરે પરત ઠાલવવામાં આવી
આ સંદર્ભે વહેલી તકે કોન્ટ્રેક્ટર દ્વારા આ માર્ગ પૂર્ણ થાય એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. જોઈએ છીએ હવે આગળ શું થાય છે. આ તો જનતા જનાર્દન છે એની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે શાસકોએ કરવું જોઈએ અને એ જ સમયની માંગ પણ છે