Saurashtra માં સતત છઠ્ઠા દિવસે 1 થી 3 ઇંચ વરસાદ : વિજળી પડતા બેના મોત

Share:

RAJKOT, તા. 17
સૌરાષ્ટ્રમાં ગઇકાલે સતત છઠ્ઠા દિવસે પણ ગાજવીજ સાથે મેઘસવારી યથાવત રહી હતી અને 1 થી 3 ઇંચ વરસાદ સોરઠ, ભાવનગર, કોટડાસાંગાણી, માધવપુર, બગસરા પંથકમાં પડયો હતો. જયારે ભાવનગરનાં દેવળીયા અને વિસાવદરનાં સરસાઇ ગામે વિજળી પડતા બે વ્યકિતનાં મોત થયા હતા.
દશેરાથી જુનાગઢ અને જીલ્લામાં આસો માસમાં અષાઢી વરસાદથી જેમ માવઠારૂપી વરસાદ પડી રહ્યો છે.

ગઇકાલે પણ ભાદરવો જામ્યો હોય. તેમ આસો માસમાં બપોર બાદ રોજબરોજ મેઘરાજા ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે પણ જુનાગઢ જિલ્લામાં વધુ એકથી 3 ઇંચ વરસાદ ત્રાટકતા ખેડુતો ઉપર આફત તુટી પડી છે.

હાલ મગફળી, સોયાબીન, કપાસ, તલ, મગ, અડદ સહિતના પાકો પાકી ચુકયા છે. ઉનાળામાં મગફળી જમીનમાં ઉગી રહી છે બહાર કાઢેલી મગફળીના પાથરા વરસાદી પાણીમાં તળાઇ રહ્યા છે. ચાર ચાર માસ સુધી રાત દીવસ મહેનત કરી હજારોનો ખર્ચ વિઘે ચડાવી મગફળી, બીયારણ, ખાતરનેદ દવા છંટકાવ ચારથી પાંચ વાર કરી નીંદામણ ચાર ચાર વખત કરવામાં આવેલ. સાત સાત વધુ ટ્રેકટરની મજુરી ચડાવી મગફળીને તૈયાર કરી બહાર કાઢવાના સમયે જ આસો માસમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સતત વરસાદ  હવામાન ખાતાએ સતાવાર ચોમાસાની વિદાયની જાહેરાત બાદ પણ મેઘરાજા સતત ચોથા દિવસથી વરસી રહ્યા છે. 

બપોર બાદ મેઘતાંડવ સાથે અનરાધાર પડી રહ્યો છે. ગઇકાલે મેંદરડા અને તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ, વિસાવદરમાં  પણ અઢી ઇંચ વરસાદ તુટી પડયો હતો. જુનાગઢમાં દોઢ, વંથલી, કેશોદ પંથકમાં રોજબરોજ એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકી રહ્યો છે. માળીયા, માણાવદર, બાંટવાના વિસ્તારોમાં દરરોજ બપોર બાદ અષાઢી-ભાદરવા માસ જેવો તાલ સર્જાઇ રહ્યો છે. મધુવંતી નદીમાં ઘોડાપુર ગઇકાલે આવતા દરવાજા ખોલવા પડયા હતા. વિસાવદરના ધ્રાફડ ડેમનો એક દરવાજો 0.03 મીટર આંબાજળ ડેમનો એક દરવાજો 0.30 મીટર, વંથલીનો સાંબલી ડેમનો એક દરવાજા 0.10 મીટર ખોલી નાખવામાં આવ્યો છે. 

દરમ્યાન ભાવનગર જિલ્લાના  દેવળીયા ગામે વિજળી પડતાં મહિલાનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા દયાબેન ભીમજીભાઈ મકવાણા ઊં.વ.50 ઉપર વીજળી પડતા તેણીનું કરુણ મોત નિપજ્યું હતું.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જયારે ગઇકાલે પણ વિસાવદર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા ત્રાટકયા હતા. ભારે કડાકા ભડાકા  સાથે ગત સાંજે વીજળી આકાશમાંથી નીચે ત્રાટકતા સરસઇ ગામની સીમમાં પરપ્રાંતીય મહિલાનું મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ અંગેની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના બાડવાની જીલ્લાના ગોગવાડાના રહીશ હાલ વિસાવદરના સરસઇ ગામે જયસુખભાઇ દામજીભાઇ ભુવાની વાડીએ કામ કરતા રાહુલભાઇ મદનભાઇ ભંડેરી (આદિવાસી ઉ.વ.ર4) અને તેમના ભત્રીજી નિશાબેન રાહુલભાઇ મદનભાઇ ભંડેરી (ઉ.વ.ર)0 વાડીએ હતા ત્યારે સાંજના 6.40ના સુમારે કડાકા સાથે વિજળી નિશાબેન ઉપર ત્રાટકતા ઘટના સ્થળે જ મોત નોંધાતા શ્રમજીવી પરિવાર ભાંગી પડયો હતો. વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

તથા કોટડાસાંગાણીમાં સવારથી ગરમી નો ઉકરાટ અને સવારથી બપોરના સુમારે તરકો અને ગરમી નો ઉકરાટથી એકાએક સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સાંજ ના સમયે 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ થયેલ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 થી 7 વાગ્યા સુધી ડોટ ઈંચ જેટલો વરસાદ પડેલ વીજળી ના કરાકાભરક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એક કલાક માં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

તથા પોરબંદર જિલ્લાના મંડેર ગમે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન ભારે પવન અને વરસાદ સાથે વીજળી પડતા એક ખેડૂતની ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું.

બગસરા શહેરમાં પણ ગત સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ,  મૂંજીયાસર,  રાફળા,  માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. જેના હિસાબે  વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

શહેરના મુખ્ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ 3.5 ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્યાર બાદમાં એક દિવશના વિરામ બાદ ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

બગોયા ગામે વીજળી પડતાં કીમતી ભેંસનું મોત થયેલ હતા.  ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન/આંબરડી – અભરામપરા વચ્ચે તોતિંગ વૃક્ષ પડતાં રસ્તો બંધ થયો હતો.વરસાદની વિદાય વેળાએ સાવરકુંડલા પંથક સહિત જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં બપોરે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને પવન ધીમી ગતિ સાથે વીજળીના ભયાનક કડકાઓ શરૂ થયા હતા. પૂરા ચોમાસા નહિ પરંતુ અગાઉ ક્યારેય સાંભળ્યા ન હોય તેવા ડરામણા દૃશ્યો જોવા મળ્યા હતા. સતત 1 કલાક સુધી થયેલા વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે લોકો પણ હતપ્રત બની ગયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *