Washingtonતા.13
અત્યાર સુધી ગુરૂ ગ્રહ સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ મનાતો હતો પરંતુ શનિએ હવે ગુરૂનો આ ખિતાબ છીનવી લીધો છે.ખગોળવિદોએ શનિની પરિક્રમા કરી રહેલા 128 નવા ચંદ્રની શોધ કરી છે. હવે તેની પાસે 274 ચંદ્ર થઈ ગયા છે. આંતર રાષ્ટ્રીય ખગોળીય સંઘે ચંદ્રોને ઔપચારિક રીતે માન્યતા આપી છે.
કેટલાક દિવસો પહેલા મુનકિંગનું ટાઈટલ ગુરૂનું હતું જે હવે શનિનું થઈ ગયુ છે તે હવે સૌથી વધુ ચંદ્રવાળો ગ્રહ છે અને તેણે ગુરૂને પાછળ રાખી દીધો છે. હવે શનિ પાસે અન્ય ગ્રહોની કુલ સંખ્યાથી લગભગ બે ગણા ચંદ્ર છ મુખ્ય સંશોધક ડો.એડવર્ડ એશ્ટને કહ્યું હતું કે મને નથી લાગતુ કે ગુરૂ કયારેય પણ શનિની બરાબરી કરી શકે.
પાંચ ફેબ્રૂઆરી 2024 સુધી ગુરૂના ચંદ્રની પુષ્ટિ થઈ હતી વૈજ્ઞાનિકોના જે દળે શનિ ગ્રહનાં નવા ચંદ્રો શોધ્યા છે તેણે પહેલા કેનેડા ફ્રાન્સ હવાઈ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને શનિ ગ્રહનાં 62 ચંદ્રની ઓળખ કરી હતી પણ દળને શનિ પાસે વધુ ચંદ્ર મળવાના સંકેત મળ્યા ત્યારબાદ 2023 માં બીજી વાર ખોજ શરૂ થઈ હતી.