Ahmedabad,તા.22
સ્પેસ સાયન્સમાં પણ ગુજરાતને અગ્રણી બનાવવા રાજય સરકારે હાલમાંજ સ્પેસ ટેક પોલીસી જાહેર કરી છે તો બીજા તબકકામાં ગુજરાતમાંજ સેટેલાઈટ લોન્ચપેડ સ્થાપવા પણ આગળ વધી રહી છે. હાલ દક્ષિણમાં જ શ્રી પેરૂબન્દુરમમાં આ સુવિધા છે.
ગુજરાત સરકારે આ અંગે ઈસરો સાથે રહીને કચ્છ અથવા ધોલેરામાં ઉપગ્રહ લોન્ચીંગ સુવિધા ઉભી કરવા માટે વિકલ્પો ચકાસાશે. ભારત દેશમાં અવકાશ સંશોધન ક્ષેત્રે ખાનગીકરણને ઉતેજન આપી રહ્યુ છે.
સરકારી એજન્સી ઈનસ્પેસ દ્વારા અમદાવાદ ખાતે હેડકવાટર સ્થાપવામાં આવ્યુ છે અને સરકાર હવે આ પ્રકારે સ્પેસ પોલીસીમાં નાણાકીય અને લોજીસ્ટીક બન્ને સહાય આપશે તથા ગુજરાતમાં એન્જીનીયરીંગ ક્ષેત્ર ઉપગ્રહ અને રોકેટ નિર્માણમાં જે એકમો તેનું યોગદાન આપે છે તેને પણ પ્રોત્સાહીત કરવામાં આવશે.