Rajkot, તા.10
સરધાર ગ્રામ પંચાયતમાં ઉચાપત કરાયા અંગે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સરપંચ અને કર્મચારીનો આ ગુન્હામાં નિદોર્ષ છુટકારો થયો છે.
આ કેસની વિગત મુજબ, રાજકોટ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી એન. બી. પરમારે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, સને 2000 તથા 2001ની સાલમાં જુદા – જુદા સમયે આરોપીઓએ સરધાર ગ્રામ પંચાયતના ઓકટ્રોયના નાણાં તથા કલેકશન રજી.ના નાણા રૂ.23275ની ઉચાપત આરોપી હિતેશ ભુપતરાય દોશીએ કરેલ હતી.
રૂ.1548ની હંગામી ઉચાપત આરોપી પરસોતમ ગોરધનભાઈ વિરડીયાએ કરેલ હતી. રૂ.1004ની ઉચાપત આરોપી સરપંચ લવજી વશરામ સાયંજાએ કરેલ હતી. આ રીતે કુલ રૂ.25,827ની કાયમી તથા હંગામી ઉચાપત કરી એકબીજાને મદદગારી કરી આરોપીઓએ ગુનો આચારેલ. જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકે આઈ.પી.સી. કલમ -408, 409, 114 મુજબ ગુનો નોંધાયો હતો.
કોર્ટમાં કેસ ચાલી જતા સાહેદોના જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ અને તપાસ કરનાર અધિકારીની જુબાની થયેલ. બાદમાં સરકારી વકીલે દલીલો કરેલ અને આરોપીઓના એડવોકેટ રાજેશ કનુભાઈ ધ્રુવએ દલીલો કરેલ.
જે ધ્યાને લઈ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ દામીની દિક્ષિતએ માન્ય રાખીને આરોપી લવજી સાંયજા, હિતેષ દોશીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં આરોપી વતી રાજેશ કનુભાઈ ધ્રુવ, રવિન્દ્ર ત્રિવેદી, મિતલ રાજેશ ધ્રુવ, રવિ બી. ધ્રુવ, નિકીતા બાવળીયા, જયોતી સિતાપરા, બિપીન રીબડીયા, અમિત કોઠારી, નિરજ સોલકી, મદદનીશ પલક પરમાર, કુલદિપ પરમાર, પુજા સોલંકી, સાકિયા કરગથરા, ધનંજય શાહુ રોકાયેલ હતા.