Salman Khan ને વધુ એક ધમકી: બે કરોડ મંગાયા

Share:

Mumbai.તા.30
લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે દુશ્મનાવટ વ્હોરી લેનાર બોલીવૂડ અભિનેતા સલમાન ખાન માટે મુશ્કેલીઓ વધુ રહી છે તેને વધુ એક ધમકી મળી છે જેમાં રૂા.2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

જમશેદપુરના વ્યકિતએ સલમાન ખાનની હત્યા કરવાની ધમકી આપીને આ નાણાં માગ્યા હતા. જેમાં તપાસ બાદ આ યુવકની ધરપકડ કરાઇ છે અને તે બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે પણ ચકાસણી થશે.

છેલ્લા 15 દિવસમાં સલમાનને આ રીતે સતત ધમકીઓ મળી રહી છે. જો કે તેમાં મોટાભાગની ધમકીઓ કોઇ ગેંગ દ્વારા નહીં પણ સામાન્ય વ્યકિતઓ જ આપે છે અને તેમનો ઇરાદો  સનસનાટી ફેલાવાનો હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *