Gandhinagar,તા.૨૧
ગાંધીનગરમાં આરટીઓની ઓનલાઈન કામગીરી માટે રૂ.૧,૦૦૦ ની લાંચ લેતા આરટીઓ ઇન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર તથા પ્રજાજન દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીની છઝ્રમ્ એ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આર.ટી.ઓ કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવતી હતી.
જેને આધારે આજરોજ વોચ રાખી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિક એજન્ટની કામગીરી કરતા હોવાથી તેમના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે ઓનલાઈન કામગીરી માટે આરોપી આરટીઓ ઇન્સ્પેકટર હિતેન્દ્રસિંહ પરમારને મળ્યા હતા. તેમણે અન્ય આરોપી દિપેન રામીનેને મળવાનું કહેતાં જાગૃત નાગરિક આરોપી દિપેન રામીને મળ્યો હતો.તેણે કરેક્શન ફોર્મ માં સહી કરેલ અને હિતેન્દ્ર પરમાર પાસે મોકલતા તેણે પણ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી. બાદમાં આરોપી દિપેન રામીએ આ કામ પેટે રૂપિયા ૧૦૦૦ ની માંગણી કરી સ્વીકારી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી બન્ને આરોપીઓ ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે પકડાઈ ગયા હતા.