મુંબઈ,તા.16
મુંબઈ ક્રિકેટ અસોસિએશનની 86મી વાર્ષિક જનરલ મીટિંગમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડનાં નામકરણ કરવામાં આવ્યાં છે. વાનખેડે ક્રેટેડિયમમાં દિવેચા પેવિલિયનના ત્રીજા લેવલ (ત્રીજો માળ)ને ભારતના વન-ડે અને ટેસ્ટ-કેપ્ટન રોહિત શર્મા સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવશે.
આ સિવાય ગ્રેન્ડ સ્ટેન્ડના ત્રીજા લેવલને ICC ના ભૂતપૂર્વ ચેરમેન શરદ પવાર અને ચોથા લેવલને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન દિવંગત અજિત વાડેકરનું નામ આપવામાં આવશે.
MCA પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે આજના નિર્ણયો મુંબઈ ક્રિકેટના સ્તંભો પ્રત્યેના અમારા ઊંડા આદર અને મજબૂત ભવિષ્યના નિર્માણના અમારા દેઢ નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.