Jamnagar,તા.15
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જ્યારે ત્રણેય વાહનોમાં ભારે નુકસાની થઈ છે. અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇજા પામેલા ટ્રેક્ટર ચાલકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કાર આગળ જઈ રહેલા એક ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી અને ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. એટલું જ માત્ર નહીં, કાર અને ટ્રેક્ટર બંને 200 મીટર દૂર સુધી ઢસડાયા હતા જેમાં બંને વાહનોમાં પણ ભારે નુકસાની થઈ હતી.