જો આપને બેઠા બેઠા અથવા તો આડા પડતી વેળા પગ હળાવવાની ટેવ છે તો સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે તે રેસ્ટલેસ સિન્ડ્રોમના લક્ષણ હોઇ શકે છે. આનુ કારણ Ironની અછત હોઇ શકે છે. આ સમસ્યા ૧૦ ટકા લોકોને હોય છે. આ સમસ્યા મોટા ભાગે ૩૫ વર્ષની વયના ઉપરના લોકોને હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કુલ, બોસ્ટનના પ્રોફેસર અને આ શોધના પ્રમુખ ડો. ડબલ્યુ વિન્કમેને કહ્યુ છે કે આ બિમારી ગ્રસ્ત વ્યક્તિને સરેરાશ ઉંઘ નહી આવવાના કારણે તે પહેલા ૨૦૦ અને ૩૦૦ વખત પગ હલાવે છે. શોધ કરનાર લોકોનુ સ્પષ્ટ કહેવુ છે કે સતત પગ હલાવતા રહેવાની ટેવ ધરાવનાર લોકોમાં હાર્ટ અટેકનો ખતરો વધારે રહે છે. આ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલા રોગ તરીકે છે. પગ હલાવતી વેળી વ્યક્તિમાં ડોપામાઇન હાર્મોન સ્ત્રાવિત હોવાના કારણે તેને વારંવાર કરવાની ઇચ્છા થાય છે. આને સ્લીપ ડિસઓર્ડર પણ કહે છે. ઉંઘ પૂર્ણ ન થવાની સ્થિતીમાં તે પોતાના ખુબ જ થાકેલી વ્યક્તિ તરીકે અનુભવ કરે છે. જ્યારે લક્ષણના આધાર પર બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ઉઘં ન આવવાની તકલીફ વધી ગયા બાદ પોલીસોમનોગ્રાફી કરવામાં આવે છે. ત્યારબાદ તેની ખાતરી કરવામાં આવે છે. આ તપાસથી ઉંઘ કેમ આવી રહી નથી તે બાબત અંગે જાણવામાં મદદ મળે છે. આ રોગ મુખ્યરીતે Ironની કમીના કારણે થાય છે. આ ઉપરાંત કિડની, પાર્કિન્સન્સ સાથે ગ્રસ્ત પિડિત લોકોને અને ગર્ભવતિ મહિલામાં અંતિમ દિવસોમાં હાર્મોન બદલાય છે. વધારે પ્રમાણમાં શરાબ પીવા અથવા તો કેટલીક ખાસ દવાનો ઉપયોગ વધારે કરવાથી પણ આ તકલીફ થાય છે. શુગર, બીપી અને હાર્ટ રોગીમાં આનો ખતરો વધારે રહે છે. સારવારના ભાગરૂપે Ironની દવા આપવામાં આવે છે. બિમારી ગંભીર હોવાની સ્થિતીમાં અન્ય દવા આપવામાં આવે છે. જે ઉંઘી જતા પહેલા બે કલાક પહેલા આપવામાં આવે છે. આ દવા અપુરતી ઉંઘ પૂર્ણ કરીને સ્થિતીને સામાન્ય બનાવે છે. કેટલીક ખાસ કસરત જેમ કે હોટ એન્ડ કોલ્ડ બાથ, વાયબ્રિટિંગ પૈડ પર પગ રાખવાથી પણ મોટી રાહત મળી છે. આ રોગના કેટલાક લક્ષણ રહેલા છે. દિવસમાં બેસવા અને રાત્રી ગાળા દરમિયાન ઉંઘતી વેળા પગ હલાવવાના કારણે કેટલીક તકલીફ થાય છે. થાક પણ ખુબ વધારે પ્રમાણમાં લાગે છે. રાત્રી ગાળા દરંમિયાન બિસ્તરમાં ઉંઘી જતી વેળા જો પગ હલાવતા રહેવાની ટેવ છે તો તરત બદલી નાંખવી જોઇએ. પગ હલાવનાર વ્યક્તિ અંગે કહેવામાં આવે છે કે તે પોતાના પરિવાર અને સભ્યો માટે વધારે વિચારણા કરે છે. આવુ કરવાથી નકારાત્મક ઉંર્જાને વેગ મળે છે. જે હકારાત્મક વિચારધારા પર ભારે પડે છે. આવી વ્યક્તિ પોતાના કામમાં નિરાશ રહે છે. જે વ્યક્તિ વધારે ચિંતામાં રહે છે તેને પગ હલાવવાની ટેવ પડી જાય છે. હાર્ટને લઇને કેટલાક અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાં જાણવા મળ્યુ છે કે પિતા પાસેથી પુત્રને મળનાર વાઇ ક્રોમોઝોમ દ્વારા પુત્રને હાર્ટની બિમારી હોઇ શકે છે. ત્રણ હજારથી વધારે પુરૂષોના ડીએનએના અભ્યાસના આધારે આ તારણ આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોને એવુ જાણવા મળ્યું છે કે પિતામાં એક ખાસ પ્રકારના વાઇ ક્રોમોઝોમ હોય છે. જે હાર્ટની બિમારીના ખતરાને ૫૦ ટકા સુધી વધારી છે. દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન પૈકી એક ધ લોસેન્ટમાં પ્રકાશિત અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં દરેક પાંચ પૈકી એક પુરૂષમાં ખાસ ક્રોમોઝોમ રહે છે. જે હાર્ટની બિમારી થવાના બીજા કારણોને વધારે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધારવાનું પણ કામ કરે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પુરૂષોને હાર્ટની બિમારી મહિલાઓની સરખામણીમાં દસ વર્ષ પહેલા થઇ જાય છે. ૪૦ વર્ષની વયમાં બે પુરૂષો પૈકી એકમાં હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. જ્યારે મહિલાઓમાં ત્રણ પૈકી એક મહિલાઓને હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. અસ્ત વ્યસ્ત લાઇફ સ્ટાઇલ અને બ્લડપ્રેશરના કારણે પણ હાર્ટની તકલીફ થઇ શકે છે. પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાઇ ક્રોમોઝોમ આના માટે મુખ્ય કારણ છે. આના કારણે બ્રિટનમાં દર વર્ષે હજારો પુરૂષોના મોત થઇ જાય છે. યુનિવર્સિટી ઓફ લિસેસ્ટરના ડોક્ટર મૈકીજની ટીમે ત્રણ હજારથી વધારે એવા બ્રિટીશ લોકોને ધ્યાનમાં લીધા જે લોકો વચ્ચે બ્લડ રિલેશન ન હતા. આ લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે ૯૦ ટકા પુરૂષોમાં વાઇ ક્રોમોઝોમના બે રૂપ પૈકી એક છે. તાજેતરના સમયમાં જુદી જુદી લાઇફ સ્ટાઇલના કારણે નાની વયમાં પણ હાર્ટની જુદી જુદી બિમારીઓ ઘર કરવા લાગી ગઇ છે. હાર્ટ ઉપરાંત અન્ય તકલીફો પણ વધી રહી છે તેવા સમયમાં અભ્યાસના આ તારણ ચિંતા ઉપજાવે તેવા છે.
Trending
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Nifty futures ૨૩૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Supreme Court: ટર્નકોટ ધારાસભ્યને નોટિસ જારી કરવામાં ૧૦ મહિના કેમ લાગ્યા?
- Devendra Fadnavis પાસે જતી દરેક ફાઇલ પહેલા એકનાથ શિંદે દ્વારા પાસ કરવામાં આવશે
- Supreme Court નો મમતા સરકારને ઝટકો, ૨૫૦૦૦ શિક્ષક ભરતી રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો
- Ujjain માં લાગુ થઈ દારૂબંધી, હવે કાલ ભૈરવને દારૂ ચઢાવવાની પરંપરાનું શું થશે?