Mumbai,તા.૧૨
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો અને બેટ્સમેન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને મોટા ફ્લોપ સાબિત થયા. ટીમને ખેલાડીઓના ખરાબ ફોર્મની કિંમત ૮ વિકેટથી હારી જવાથી ચૂકવવી પડી. આ સીઝનમાં સીએસકેનો સતત પાંચમો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈએ કોઈક રીતે ૧૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળતા મેળવી અને ૧૦૩ રનનો સ્કોર બનાવ્યો. આ પછી,કેકેઆરએ ૧૦.૧ ઓવરમાં આ લક્ષ્યનો પીછો કર્યો. રવિન્દ્ર જાડેજાએ મેચમાં ફક્ત એક જ બોલ ફેંક્યો અને ૯ રન આપ્યા.
મેચમાં, રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ૧૧મી ઓવર ફેંકી હતી, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રિંકુ સિંહ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હતો. આ ઓવરનો પહેલો બોલ નો બોલ હતો, જેના પર રિંકુ દોડી ગયો અને બે રન પૂરા કર્યા. આ પછી જાડેજાએ ઓવરનો પહેલો કાયદેસર બોલ ફેંક્યો. તેના પર રિંકુએ સિક્સર ફટકારી અને દ્ભદ્ભઇ ને જીત અપાવી અને મેચ પૂરી થઈ. આ રીતે, જાડેજાએ આખી મેચમાં ફક્ત એક જ બોલ ફેંક્યો પણ કુલ ૯ રન આપ્યા.
જ્યારે કેકેઆર બેટ્સમેન રિંકુ સિંહે રવિન્દ્ર જાડેજાના નો બોલ પર દોડીને બે રન લીધા, ત્યારે તેણે આઇપીએલમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા અને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી. રિંકુ ૨૦૧૮ થી આઇપીએલમાં રમી રહ્યો છે અને ત્યારથી અત્યાર સુધી તે કેકેઆર માટે જ આઇપીએલની બધી સીઝન રમ્યો છે. તેણે ૫૨ આઇપીએલ મેચોમાં કુલ ૧૦૦૭ રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.
કેકેઆર સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ સંભાળી. પરંતુ તેમની કેપ્ટનશીપ હેઠળ પણ ટીમનું નસીબ બદલાયું નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન મેચમાં મોટા ફ્લોપ સાબિત થયા. શિવમ દુબેએ સૌથી વધુ ૩૧ રન બનાવ્યા. વિજય શંકરે ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ખૂબ જ મુશ્કેલીથી ટીમ ૧૦૩ રન સુધી પહોંચી શકી. આ પછી, સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગના આધારે કેકેઆરએ સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો. નરેને ૧૮ બોલમાં ૪૪ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય રહાણેએ ૨૦ રનનું યોગદાન આપ્યું.