Ravindra એ એક સિઝનમાં બે સદી ફટકારનાર તે પ્રથમ કિવી બેટ્‌સમેન

Share:

New Delhi,તા.૬

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી  આ મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનર રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. આ સદીની ઇનિંગની સાથે તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. તમને જણાવી દઈએ કે રાચિનના વનડે કરિયરની આ પાંચમી સદી છે. તેણે પોતાની બધી વનડે  સદી ફક્ત આઇસીસી ટુર્નામેન્ટમાં જ ફટકારી છે.

તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં રચિન રવિન્દ્રની આ બીજી સદી છે. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં એક સિઝનમાં બે સદી ફટકારનાર તે પ્રથમ કિવી બેટ્‌સમેન છે. રચિન રવિન્દ્રએ તેની વનડે કારકિદીર્માં અત્યાર સુધી આઇસીસી ટુર્નામેન્ટમાં તેની બધી ૫ સદી ફટકારી છે. આ પહેલા તેણે ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી હતી.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના એક જ સંસ્કરણમાં અનેક સદીઓ

૩ – ક્રિસ ગેલ, ૨૦૦૬

૨ – સૌરવ ગાંગુલી, ૨૦૦૦

૨ – સઈદ અનવર, ૨૦૦૦

૨ – હર્શેલ ગિબ્સ, ૨૦૦૨

૨ – ઉપુલ થરંગા, ૨૦૦૬

૨ – શેન વોટસન, ૨૦૦૯

૨. શિખર ધવન, ૨૦૧૩

૨ – રચિન રવિન્દ્ર, ૨૦૨૫

દરમિયાન, રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૫ સદી ફટકારવાના સંદભર્માં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ૨૮ ઇનિંગ્સમાં પોતાની પાંચમી વનડે સદી ફટકારી. ડેવોન કોનવેનું નામ આ યાદીમાં ટોચ પર છે. કોનવેએ ૨૨ ઇનિંગ્સમાં ૫ વનડે સદી ફટકારી હતી. યાદીમાં ત્રીજા ક્રમે ડેરિલ મિશેલ (૩૦ ઇનિંગ્સ), કેન વિલિયમસન (૫૬ ઇનિંગ્સ) અને નાથન એસ્ટલ છે.

ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૫ વનડે સદી

૨૨ – ડેવોન કોનવે

૨૮ – રચિન રવિન્દ્ર

૩૦ – ડેરિલ મિશેલ

૫૬ – કેન વિલિયમસન

૬૪ – નાથન એસ્ટલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *