રાજકુમાર રાવે અગાઉ ‘બરેલી કી બરફી’, ‘શાદી મૈં જરૂર આના’ અને ‘છલાંગ’ જેવી ફિલ્મોમાં કોમેડી રોલ કર્યા છે
Mumbai, તા.૨૬
રાજકુમાર રાવે મોટાભાગની ફિલ્મોમાં સંવેદનશીલ રોલ કર્યા છે. કોમેડી, રોમાન્સ, ગંભીર પ્રકારના રોલ કરનારા રાજકુમાર રાવે હવે એક્શન ફિલ્મ પર હાથ અજમાવ્યો છે. રાજકુમારની એક્શન ડ્રામા ‘માલિક’ને ૨૦ જૂને રિલીઝ કરવાનો પ્લાન હતો. જો કે હવે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ હવે ૧૧ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. રાજકુમાર રાવે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી હતી. રાજકુમારે હાથમાં બંદૂક પકડેલી હોય તેવા પોસ્ટર સાથે નવી ડેટ જાહેર થઈ હતી. પોસ્ટર પર લખ્યુ હતું કે, રૌબ, રુતબા ઔર રાજ હોગા માલિક કા. ૧૧ જુલાઈથી સિનેમાઘરોમાં. રાજકુમારની ‘માલિક’ હાલ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે. આ ફિલ્મમાં તેણે નિર્દયી ગેંગસ્ટરનો રોલ કર્યો છે. માસૂમ અને સિરિયસ રોલ કરનારા રાજકુમારે પોતાના નવા કેરેક્ટરને પણ જીવંત કરી દીધું છે. આ ફિલ્માં તેણે અત્યાચારી અને પાવરફુલ ગેંગસ્ટરનો રોલ કર્યો છે. રાજકુમાર રાવ પહેલી વખત આ પ્રકારનો રોલ કરી રહ્યો છે. રાજકુમાર રાવે અગાઉ ‘બરેલી કી બરફી’, ‘શાદી મૈં જરૂર આના’ અને ‘છલાંગ’ જેવી ફિલ્મોમાં કોમેડી રોલ કર્યા છે. માલિકામાં રાજકુમારની એક્ટિંગમાં નવો એન્ગલ જોવા મળશે. ટિપ્સ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને અગાઉ રાજકુમાર રાવના ૪૦મા બર્થ ડે પર એનાઉન્સ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકુમાર રાવની અન્ય એક ફિલ્મ મે મહિનામાં આવી છે. વામિકા ગબ્બી સાથેની ‘ભૂલ ચૂક માફ’ ૯ મેના રોજ રિલીઝ થવાની છે.