રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના પ્રોડકશનહાઉસ કામ્પા ફિલ્મસને લોન્ચ કર્યું હોવાની ઘોષણા કરી છે
Mumbai, તા.૩
રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના પ્રોડકશનહાઉસ કામ્પા ફિલ્મસને લોન્ચ કર્યું હોવાની ઘોષણા કરી છે. કામ્પા ફિલ્મસના બેનર હેઠળ તેમણે એક નવા પ્રોજેક્ટની શરૂઆત પણ કરી દીધી છે અને એ ફિલ્મનું દિગ્દર્શન વિવેક દાસચોધરીનું છે. જેણે પહેલા ગન્સએન્ડ ગુલાબ્સમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. પ્રોડકશનહાઉસનું કામ્પા નામ એક અંગત નામ સમાન છે. આ નામમાં તેમની માતાઓના પ્રથમ અક્ષર સમાયેલા છે. પત્રલેખા અને રાજકુમાર રાવે જણાવ્યું હતુ ંકે, કામ્પા સિનેમા પ્રતિ અમારા પ્રેમનો એક સ્વાભાવિક વિસ્તાર છે. અમે હંમેશા વાર્તા કહેવાના જાદુમાં વિશ્વાસ કર્યો છે. મન-પસંદ વાર્તાઓ પર આધારિત ફિલ્મ બનાવવાની અમારું પ્રોડકશન હાઉસ હવે અમને તક આપશે.આ ક્ષેત્ર સાથે જોડાવા બદલ અમે બન્ને જણા ઉત્સાહિત છીએ. તેમણે વધુમાં કહ્યું હતુ ંકે, કામ્પા ફિલ્મનું લક્ષ્ય વિચારોત્તેજક અને મનોરંજક હોય એવી ફિલ્મો બનાવવાનું છે. અમને આશા છે કે, અમારા બેનર હેઠળ બનેલી ફિલ્મોને દર્શકો ચોક્કસ આવકારશે.