Rajkot,તા.૧૨
રાજકોટમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગરમાયો હતો. પરંતુ પ્રાથમિક તપાસમાં અકસ્માતને કારણે ઈજા થતા યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય યુવકના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા ન હોવાનું પણ બહાર આવ્યું છે.આ અંગે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં યુવકના પિતાએ પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક યુવકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો લગાવ્યા હતા.
તેમણે એફઆઇઆરમાં એમએલએના બંગલામાં પુત્રને માર મરાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવતા તમામ આક્ષેપો પોકળ સાબિત થયા છે.