Rajkot,તા.03
શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા શેરી નંબર ૧ માં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળતાં પોલીસે વેલનાથ પરામાં જુગારનો દરોડો પાડી જુગાર રમતો વેલનાથ પરાનો ઉમેશ ધનજી ઝિંઝુવાડીયા, ખોડા ઉર્ફે મુન્નો મચ્છાભાઈ બાબુતર, રવિ હિતેશભાઈ મકવાણા અને પંકજ ઉર્ફે ભીખો ખીમજીભાઇ રાઠોડ નામના શખ્સોની ધરપકડ કરી રૂ ૧૨. ૨૦૦ની રોકડ કબજે કરી છે.