Rajkot: પતિ દ્વારા કરવામાં આવેલો છુટાછેડાનો દાવો નામંજુર

Share:

હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ના એકપણ કારણ સાબિત કરવામાં આવેલ નથી : ફેમિલી કોર્ટ

Rajkot,તા.03

ટૂંકા લગ્નજીવનમાં પતિ દ્વારા હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ હેઠળ કરવામાં આવેલો છુટાછેડા દાવો ફેમિલી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવ્યો છે. 

આ કેસની હકીકત મુજબ, દોઢ બે વર્ષના લગ્નજીવન બાદ પતિ નિમેશ ઉપેન્દ્રભાઈ સિદ્ધપુરાએ તેના પત્નિ હેતલબેન નિમેષભાઈ સિદ્ધપુરા ડો/ઓ. ચંદુભાઈ રાઠોડ વિરુદ્ધ રાજકોટની ફેમિલી કોર્ટમાં હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ હેઠળ છુટાછેડા મેળવવા માટે વર્ષ ૨૦૨૧માં કેસ દાખલ કરેલ હતો. તે કેસમાં પતિ દ્વારા આક્ષેપો કરાયા હતા કે, પત્નિ દોઢ વર્ષમાં ૭ વખત વિના કારણે પિતાના ઘરે ચાલ્યા ગયેલ છે, અગાઉ પત્નિની સગાઈ થયેલ હતી, ત્યાંથી મોટી રકમ લીધેલ છે, તેમજ પત્નિનો ગુસ્સાવાળો સ્વભાવ અને  અવાર નવાર મરી જવાની ધમકી આપે છે  પતિ ઉપર શંકાઓ કરે છે.  પક્ષકારો વચ્ચે અગાઉ સમાધાન થયેલ છે. તે સમાધાનમાં બન્ને પક્ષકારોને સમજુતિથી રહેવાનું છે,  પત્ની મોબાઇલ ફોન લઇ અલગ અલગ સાઈટમાં આખો દિવસ રચ્યા પચ્યા રહીને કંકાસ કરે છે તેવા આક્ષેપો સાથે પતિ દ્વારા પત્નિ વિરુદ્ધ કોર્ટમા છુટાછેડા મેળવવા માટે દાવો દાખલ કરેલ હતો.આ દાવો ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારોના તમામ પુરાવા લીધા બાદ બન્ને પક્ષકારોના વકીલો દ્વારા કરેલ દલીલને ધ્યાને લઇને કોર્ટ દ્વારા પતિ દ્વારા કરવામાં આવેલ સોગંદ ઉપર પુરાવામાં પત્નિએ ક્રુરતા કે કોઈપણ જાતની માનસિક શારિરીક ત્રાસ ગુજારી હોય તેવું તેની અરજી, પુરાવાનું સોગંદનામું અને તેની ઉલટ તપાસ દ્વારા સાબિત કરેલ ન હતું તેથી ફેમિલી કોર્ટ દ્વારા પતિ દ્વારા કરેલ હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩/૧ના એકપણ કારણ સાબિત કરવામાં આવેલ ન હોવાથી પતિનો છુટાછેડાનો દાવો નામંજુર કરવામાં આવેલ છે. આ કેસમાં પત્નિ તરફે લીગલ એઇડના યુવા એડવોકેટ ધવલ જે. પડીયા રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *