વેપારીને 400 દિવસમાં નાણાં ત્રણ ગણા થઇ જશે તેવી લાલચ આપી રોકાણ કરાવ્યું : 63 ડોલરમાં લીધેલા ટી બેક કોઈનનો ભાવ 12 પૈસા કરી ડબામાં ઉતારી દીધા
Rajkot,તા.05
રાજ્યના આઠ હજારથી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી દરરોજ રૂ. 4 હજાર એમ ફક્ત 400 દિવસમાં નાણાં ત્રણ ગણા થઇ જશે તેવી લાલચ આપી રૂ. 340 કરોડથી વધુના નાણાકીય કૌભાંડ અંગે પાંચ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે હવે આ મામલે હાલ સુધીમાં 43 અરજદારો રૂ. 2.69 કરોડ ગુમાવ્યા અંગે પોલીસને લેખિત રજુઆત મળી ચુકી છે.
સમગ્ર કૌભાંડ મામલે શહેરના ગોંડલ રોડ પર બરકતીનગરમાં રહેતાં અને કપડા ધોકાવના સાબુની એજન્સી ચલાવતાં વેપારી યુવાન સાથે તેના જ સમાજના એક યુવાન સહિતની ટોળકીએ તેર લાખની ઠગાઇ કર્યાનો ગુનો નોંધાયો છે. આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પર બરકતીનગર સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટ સામે રહેતાં મોહસીનભાઇ રસીદભાઇ મુલતાની (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ દિલાવર મુલતાની(રહે. અંકલેશ્વર, ભરૂચ), ભાગીદાર નીતિન જગત્યાની, સૌરાષ્ટ્ર હેડ અમિત મુલતાની( લીંબડી), માર્કેટીંગ હેડ અઝરૂદ્દીન સતારભાઈ મુલતાની અને ગુજરાત હેડ મકસુદ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
. જેમાં મેં પહેલા આઇડી માટે ૪,૨૫,૦૦૦, બીજી આઇડી માટે ૪,૨૫,૦૦૦ તથા ત્રીજી આઇડી માટે ૪,૫૦,૦૦૦ મળી કુલ ૧૩ લાખનું રોકાણ મેં કરેલુ તે રકમ અમિત મારી એજન્સી ખાતેથી આવીને લઇ ગયો હતો. આ પછી મને ગૂગલ પર વેબસાઇડમાં ત્રણ આઇડી બતાવી હતી. જેમાં મેં રોકેલી રકમ સામે ટીબેક કોઇન ટ્રસ્ટ વોલેટમાં જમા બતાવતા હતાં. પરંતુ એ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં થતી ન હોઇ અમિત મુલતાનીને મળીને વાત કરતાં તેણે કહેલુ કે તમે જે રોકાણ કર્યુ છે તેના કરતાં વધુ રૂપિયા મળશે જ. પરંતુ આજ સુધી મને મારા ૧૩ લાખના રોકાણ સામે કંઇ નફો મળ્યો નથી કે મારા ૧૩ લાખ પણ મને પાછા અપાયા નથી.વધુમાં મોહસીન મુલતાનીએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરાઇ ગયેલા વેપારી મોહસીન મુલતાનીએ જણાવ્યું હતું કે મારી જેમ બીજા અનેક લોકો પણ છેતરાયા છે. જેમાં રાજકોટના જ ૧૪ જેટલા લોકોએ સિત્તેરથી એંસી લાખ રૂપિયા ગુમાવ્યા છે.