પીસીબી એ રૂ. ૨૯ હજારનો મુદ્દામલ કબજે કરી રવિ મકવાણાની શોધખોળ
Rajkot,તા.03
શહેરના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્કમાં રહેતો અજય ઉર્ફે ગાંડાને રૂ. ૨૯ હજારની કિંમતની ૪૧ બોટલ સાથે પીસીબીની ટીમે ઝડપી લીધો છે. જ્યારે રવિ મકવાણા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સ્વાતી પાર્ક બી ૧માં રહેતો અજય ઉર્ફે ગાંડો ભીખુભાઈ મકવાણા નામના બુટલેગરે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ભવ્ય હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હતી. પીસીબીની ટીમે ન્યૂ સ્વાતિ પાર્કમાં મકાનમાં વિદેશી દારૂનો દરોડો પાડી ,રૂ. ૨૯ હજારની કિંમતની ૪૧ બોટલ સાથે અજય ઉર્ફ ગાંડાને ઝડપી લીધો છે. જ્યારે દરોડા અજયનો ભાઈ રવિ ભીખુભાઈ મકવાણા હાજર ન મળતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજય ઉર્ફે ગાંડો અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ચાર વખત દારૂના ગુનામાં ચોપડે ચડી ચુક્યો છે. તેમ જુગારમાં એક વખત ક્રાઈમ બ્રાન્ચમાં અને માલવિયા નગરમાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ કામગીરી પીસીબી પીએસઆઇ એમ જે હુણ, એ.એસ.આઇ મયુરભાઈ પાલરીયા, હેડ કોન્સ્ટેબલ કિરટસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા સહિતના સ્ટાફે કરી હતી.