Rajkot,તા.29
ગુજરાતના રાજકોટમાંથી એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ પ્રકરણના કારણે સોમવારે (28 એપ્રિલ) બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં ત્રણ શખસે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી તેની હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી અન્ય એક ફરારને ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ એલસીબી ઝોન-1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક માહિતીમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીને પકડી લીધા અને અન્ય ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જીશાનનું આરોપી અમન ચૌહાણની પત્ની સાથે પ્રેમ સંબંધ હતાં. આરોપી અમનના 15 દિવસ પહેલાં જ લગ્ન થયા હતાં અને શંકાના આધારે તેી મોત કરી હોવાની આશંકા છે.
રાજકોટના બાપુનગર વિસ્તારમાં નીલકમલ ફર્નિચર પાસે સ્મશાન નજીક સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષના જીશાન કાસવાણી સાથે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને એક અજાણ્યા શખસે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં અસામાજિક તત્ત્વોએ જીશાનને ગળેટૂંપો દીધો અને બાદમાં પેટના ભાગે ચાકુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું અને બાદમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.