અકસ્માત બાદ નાશી છુટેલા બાઈક સ્લીપ થતા છ વર્ષના બાળક પર ટ્રકનુ ટાયર ફરી વળતા કરુણ મોત
Rajkot,તા.02
શહેરમાં વધુ એક હિટ એન્ડ રન જેવા બનાવવામાં મોટો રે મોટરસાયકલને ધરાવતા છ વર્ષના માસુમ બાળક નું ટ્રકના તોતિંગવ્હીલ હેઠળ કચળાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન રાવતની અને હાલ ગોંડલના ગુંદાસરા માં રહેતા હાર્દિક પંકજ ચૌધરી પોતાના મામા વિક્રમ ચૌધરી અને માતા ખુશી બેન સાથે બાઈક પર બેસી રાજકોટ અટલ સરોવર ખાતે ફરવા આવ્યા હતા ત્યાંથી પરત આવતી વખતે રહ્યા ચોકડી પાસે બાઈક મોટર સાથે અથડાઈ જતા ચાલક વિક્રમ ગભરાઈ ગયો હતો અને મોટરસાયકલ માધાપર ચોકડી તરફ લઈ જતા પોલીસ સ્પીડમાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને નજીકથી પસાર થતું ટ્રકનો વહેલ હાર્દિકના માથા પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નીપજયુ હતું,અકસ્માતનો ભોગ બનેલ હાર્દિક માતા પિતાનું એકનું એક સંતાન હતું આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે