Rajkot ,તા.૭
રાજકોટમાં કુવાડવામાં બેડી વાછકર ગામની શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો બનાવી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. જેથી શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી છે.
કુવાવડા ગામે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ ૫ની વિદ્યાર્થીનીને ન્યૂડ વીડિયો બતાવી છેડતી કરી હતી. બેડી વાછકપર ગામમાં શિક્ષકે અશ્લીલ હરકતો કરતા બાળકી ડઘાઈ ગઈ હતી. આ મામલે માતાપિતા, ગ્રામજનોને માલૂમ પડતા ૫ સભ્યોની તપાસ ટીમની રચના કરાઈ છે. શિક્ષક વિરૂદ્ધ ડીઈઓ દિક્ષિત પટેલે નિવેદન આપ્યું છે, તપાસ કમિટી બનાવી સખ્ત કાર્યવાહી કરાશે. ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાશે.
અગાઉ મહીસાગરમાં એક લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર મચી ગઈ છે અને લોકોનો રોષ ફાટી નકળ્યો છે. મહીસાગરના વીરપુર ખાતે છેડતીનો આ બનાવ બન્યો હતો. જેમાં વીરપુર ગામના રણજીતપુરા ગામની સ્કૂલમાં આ અઘટિત ઘટના બની હતી.