Rajkot,તા.૨૦
રાજકોટમાં પૈસાની લેવડદેવડ મામલે યુવકે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મિત્રો એ પૈસા પરત ન આપતા આપઘાત કર્યો હતો. મિત્રોએ ૧ કરોડ રૂપિયા પરત ન આપતા ૨ દિવસ પહેલા યુવાને આપઘાત કર્યો હતો. જેમાં રાજકોટના મનીષ ભટ્ટી નામના યુવાને ઝેરી દવા પીધી હતી.મળતી માહિતી મુજબ મનીષ ભટ્ટીએ મિત્ર સંજય જોશી અને સુરેશ જોષીને રૂપિયા આપ્યા હતા.
જેમાં સંજય જોશીને ૩૦ લાખ અને સુરેશ જોષીને ૭૦ લાખ આપ્યા હતા. ત્યારે પૈસા આપ્યા પછી મિત્રો પૈસા પરત નહોતા આપ્યા. મિત્રોને આપેલ પૈસા ન આપતા મનીષ ભટ્ટીએ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં મિત્રોને મૃતકે વચ્ચે રહીને ફાઇનાન્સમાંથી પૈસા લેવડાવ્યા હતા. જેમાં ફાઇનાન્સર બીપીન મઠીયા અને રવિ મઠીયા પાસેથી મૃતકે પૈસા લેવડાવ્યા હતા.આ ઘટનામાં પૈસા ઉછીના અપાવતા ફાઇનાન્સરો મનીષ ભટ્ટીને હેરાન કરતા હતા.
જોકે એક દોઢ વર્ષ પહેલા રૂપિયા ૧ કરોડ મિત્રોને અપાવ્યા હતા. ત્યારે પૈસાને લઈ મૃતકની દુકાન પણ ફાઇનાન્સરોએ પોતાના નામે કરાવી હતી. આ તમામ બાબતે હેરાન થઇને મનિષે અપઘાત કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકના પરિવારે આ બાબતે ન્યાયની માંગ કરી છે.