અગાઉ થયેલા ડખ્ખાનું સમાધાન કરવા બાબતે ધમાલ મચાવનાર બંને પક્ષના સાત શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધાયો
Rajkot,તા.18
શહેરના કિસાનપરા ચોક નજીક જૂની અદાવતનો ખાર બે જૂથ વચ્ચે સરેઆમ છરી વડે ધીંગાણું ખેલાયાનું સામે આવ્યું છે. મામલામાં બંને પક્ષે કુલ ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. ત્યારે પ્ર.નગર પોલીસે સામસામે બંને પક્ષે કુલ સાત શખ્સોં વિરુદ્ધ જીવલેણ હુમલા સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
મામલામાં જુના મોરબી રોડ પર રહેતા હુશેનભાઇ ઉર્ફે આર્યન રફીકભાઇ બાવનકા(ઉવ.૨૧)એ નોંધાવેલી ફરિયાદમાં આફતાબ ઉર્ફે બોદું દિલાવર ઠેબા, શબીર ઉર્ફે સબલો, માહિદ, સાહુ અને અજાણ્યા શખ્સનું નામ આપતાં જણાવ્યું હતું કે, આજે રાત્રે સાડા બારેક વાગ્યાની આસપાસ મોચી બજારથી હુ તથા મારો મીત્ર ઈરફાન ઉર્ફે રેહાન મોટરસાયકલ લઈને કાલાવડ રોડ ખાતે ચા પીવા જતા હતા ત્યારે કિશાનપરા ચોક નજીક આફતાબ ઉર્ફે બોદુ દીલાવરભાઈ ઠેબા અને સાહુ એક એક્સેસ સ્કૂટરમાં જયારે બીજા એક્સેસમાં માહિદ, સબીર ઉર્ફે સબલો તથા એક અજાણયો વ્યકિત ધસી આવ્યા હતા અને મોટરસાયકલ આડું વાહન નાખી દીધું હતું.
. આફતાબે છરી વડે મને જમણી બાજુ છાતીની નીચે પડખામા ઘા મારી દીધેલ હતો જયારે સબીરએ છરીનો ઘા મારી દિધેલ હતો. બાદમાં રસ્તા પર ટોળું એકત્રિત થઇ જતાં હુમલાખોરો નાસી ગયાં હતા. જે બાદ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જયારે સમાપક્ષે આફતાબ ઉર્ફે બૌદુ દિલાવરભાઈ ઠેબા(ઉ.વ.૨૧ રહે-કુવાડવા રોડ ડી માર્ટની પાછળ શહિદ ઉદ્યમસિંહ ટાઉનશીપ)એ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સાડા બારેક વાગ્યાના અરશામા હું તથા મારા મામાનો છોકરો માહીદભાઇ અનવરભાઇ જુણેજા કેશરી પુલ પાસે મળેલા હતા. જ્યાં માહિદે મને કહેલ કે કાલાવાડ રોડ બાજુ ચા પાણી પીવા જવુ છે જેથી અમે એક્સેસ લઈને નીકળતા કિશાનપરા ચોકમાં પહોંચતા પાછળથી ડબલ સવારીમાં એક મોટરસાયકલ ચાલક ધસી આવ્યો હતો. ચાલકને હું ઓળખતો નથી એકસેસ મોટર સાયકલ રોકી આર્યને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને મારવા જતા હુ તેનાથી બચતા મને તેની છરીનો એક ઘા જમણા હાથની કોણીના ભાગે મારી દિઘેલ હતી.