Rajkot ,તા.18
શ્રમિક યુવકના મોતથી પરપ્રાંતિય પરિવારમાં શોખનું મોજુ ફેલાયું રાજકોટ-મોરબી ધોરીમાર્ગ પર આવેલા નવા માર્કેટિગ
નજીક રોડ ક્રોસ કરતા અજાયણી કારે સર્જેલા અકસ્માતમાં રાહદારી નું મોત નીપજતા પરપ્રાંતિય પરિવારમાં શોખનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને મોરબી રોડ પર આવેલા કિયાન કારખાનામાં રહેતો દલાજી ગંગાજી ગામેતી નામના ચાલીસ વર્ષીય યુવાન મોરબી ધોરીમાર્ગ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી અજાણી ફોરવીલ કારે દલાજી ગામેતીને લેતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન દલાજી ગામેતીનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે હાલ ત્રંબા ગામે ક્રિષ્ના સ્કૂલમાં રહી રસોઈ નો કોન્ટ્રાક્ટર ગોપીલાલ ચુનીલાલ ગામેતીની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ આઈ એ ભટી સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.