Rajkot તા.1
રાજકોટ મ.ન.પા.ની વેરા વસુલાત શાખા દ્વારા ચાલી રહેલી વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત આજરોજ બાકી વેરા સબબ સોનીબજારમાં આવેલ જે.પી.ટાવર્સમાં ત્રણ દુકાનોને સિલ મારી દેવાયા હતા. જયારે, ગોંડલરોડ ઉપર આવેલ પ્લેનરી આર્કેડમાં પ્રથમ અને ત્રીજા માળે ત્રણ દુકાનોને સીલ મારી દેવાયા હતા.
આ ઉપરાંત ગોંડલરોડ ઉપર જીમ્મી ટાવર્સમાં આઠમા માળે ઓફીસ નં.19 તથા સોનીબજારમાં આવેલ જે.પી.ટાવર્સનાં ગ્રાઉન્ડ ફલોરમાં શોપ નં.5, તેમજ ગોંડલરોડ ઉપર આવેલ શિવાલિક-7નાં થર્ડ ફલોર ઉપર ઓફીસ નં.308 અને 309ને સીલ મારી દેવાયા હતા.
આ ઉપરાંત જામનગર રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, સોનીબજારમાં શ્રી અમુભાઈ આર્કેડ, સોનીબજારમાં જે.પી.ટાવર્સમાં શોપ નં.102, અને 5 તથા 109નાં ધારકો સામે બાકી વેરા અંગે 12 મિલ્કતોની સિલની કાર્યવાહી કરતા બાકી વેરાની રિકવરી થઈ ગઈ હતી. જયારે 9 યુનિટોને નોટીસ સામે બાકી વેરાની વસુલાત થઈ ગઈ હતી.
આજરોજ બપોરે એક કલાક સુધી 9 મિલ્કતોને સીલ મારેલ તથા 12 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 9 યુનીટની નોટીસ સામે રીકવરી થયેલ. આજના દિનની રિકવરી રૂા.42.60 લાખ થઈ હતી જયારે 01/04 થી આજ દિન સુધીની વેરાની રિકવરી રૂા.348.21 કરોડ થઈ છે.
આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહીત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઈસ્ટઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠકકર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.