Rajkot,તા.01
શહેરમાં બે સ્થળે પોલીસે વિદેશી દારૂના દરોડા પાડ્યા છે.જેમાં વાવડી ગામેથી બે રેઢી કારમાંથી વિદેશી દારૂની ૪૮બોટલ અને રૈયા રોડ પર આવેલા મીરાનગરમાં મકાનમાંથી શરાબની ૨૨ બોટલ સાથે શખ્સને ઝડપી, રૂ. ૩. ૯૫ લાખનો મુદ્દામાl કબ્જે કર્યો છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાવડી ગામ શેરી નંબર ૨૫માંબંધ શેરીમાં બે રેઢીકાર પડી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ ની ટીમ વાવડી ગામે પહોંચી GJ 03 DN – 7246 નંબરની કારમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ અને GJ03 DG 2190 નંબરની સેન્ટ્રો કારમાંથી શરાબની ૧૨ બોટલ મળી રૂ ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બીજો વિદેશી દારૂનો દરોડો ગાંધીગ્રામ ૨ (યુનિવર્સિટી) પોલીસે રૈયા રોડપર આવેલા મીરાનગર શેરીનંબર ૩માં આવેલા ‘ વિવેક’ નામના મકાનમાં પાડી વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે જય કિશોરભાઈ કુબાવત નામના શખ્સને હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.