Rajkot,તા.03
શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં મહિલાને ચા મા કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને સોનાના ઘરેણાંની લૂંટ કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા નાથીબેન વાઘેલાને અદાલતે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતી પુષ્પાબેન લાલજીભાઈ નકુમ નામની મહિલાને ચા મા કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને સોનાના ઘરેણા લૂંટ કરવા અંગેની તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે નાથીબેન વાઘેલા નામની મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરી હતી હાલ જેલ હવાલે રહેલી નાથીબેન વાઘેલાએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમા બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે નાથીબેન વાઘેલાને શરતોના આધીન જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કામમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના ખ્યાતનામ યુવા ધારાશાસ્ત્રી ચીમનભાઈ ડી.સાંકળીયા, નિકુંજભાઈ સી.સાંકળીયા, ઉદયભાઈ પી.ચાંવ, અતુલભાઈ એન.બોરીચા, ભરતભાઈ ડી.બોરડીયા, પ્રકાશભાઈ એ.કેશુર, વિજયભાઈ એલ.સોંદરવા, સોનલબેન બારોટ, હરેશભાઈ એ.ખીમસુરીયા, પુનમબેન સોંદરવા, રણજીતભાઈ ડી.સાંખટ, વકીલ આસીસ્ટન્ટ તરીકે લલીતચંદુ સી. બારોટ વગેરે રોકાયેલ હતા.