Rajkot:નવાગામમાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ

Share:

 રૂ. 62 હજારની રોકડ સાથે,છ શખ્સોને એલસીબી ઝોન 1ની ટીમે ધરપકડ કરી 

Rajkot,તા.18

 શહેરની ભાગોળે આવેલા નવાગામની શક્તિ સોસાયટીમાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ની ટીમે દરોડો પાડી , જુગાર રમતા છ શખ્સોને રૂ 62 હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 

નવાગામમાં આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર 7મા , છપ્પનિયા ક્વાર્ટરમાં આવેલા જય મહાકાળીધામના મકાનમાં જુગાર નો અખાડો ચાલી રહ્યો હોવાની બાતમી એલસીબી ઝોન 1 ની ટીમને મળી હતી. બાતમી ના આધારે એલસીબી ની ટીમે મકાનમાં  દરોડો પાડી, જુગાર રમતા 

હરેશ વિહા  પલાળીયા, ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતા રામદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, ભગવત પરા , પટેલ સોસાયતીમાં રહેતો સંજય ભીખુભાઈ પિત્રોડા, કાળીપાટ નો હરેશ ગોવાભાઇ ચાંડપા અને કોટડા સાંગાણીનો અનિલ બચુભાઈ સોજીત્રા નામના શખ્સોને રૂ 62 હજારની રોકડ સાથે  ઝડપી લીધા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *