Jamnagar તા ૧૬
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા ખેડૂત દિગ્વિજયસિંહ જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની તોલકીબેન ઉર્ફે કવિબેન ઈમાનદભાઈ ધુલેભાઈ પરમાર નામની ૨૨ વર્ષીય પરપ્રાંતીય યુવતી, કે જે જામજોધપુરના ધ્રાફા ગામેથી પોતાના વતનમાં જવા માટે એસ.ટી. બસમાં બેસીને રવાના થઈ હતી. પરંતુ તેણી પોતાના વતનમાં પહોંચી ન હતી.
તેણી ક્યાંક એકાએક લાપતા બની ગઈ હતી, જેથી શ્રમીક પરિવાર ચિંતામાં મુકાયો હતો. તેણીની અનેક સ્થળે શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે જામજોધપુરના શેઠ વડાળા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં ગુમ નોંધ કરાવાઈ હતી. પોલીસે જેની શોધ ખોળ હાથ ધરી છે.