સતત હાર બાદ આખરે કોંગ્રેસે મજબૂત ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની યોજના પર વિચારણા શરુ કરી છે
New Delhi, તા.૨૪
સતત હાર બાદ આખરે કોંગ્રેસે મજબૂત ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની યોજના પર વિચારણા શરુ કરી છે. તેની કમાન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી શકે છે. હાલમાં, કર્ણાટકમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા સુનીલ કાનુગોલુના નેતૃત્ત્વમાં પાર્ટીની ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ અવ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, જેમાં અગ્રણી સચિન પાયલટ છે, તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે પ્રિયંકા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
કોંગ્રેસનો અંદાજ છે કે આગામી લોકસભાની ચૂંટણી મે ૨૦૨૯ કરતાં ઘણી વહેલી યોજાઈ શકે છે. આ સિવાય જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૭માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જે ભાજપ અને દ્ગડ્ઢછના સત્તા સમીકરણો બદલી શકે છે. જેના કારણે મધ્યસત્ર ચૂંટણીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં, કોંગ્રેસ માટે એક મજબૂત અને પૂર્ણ-સમયની ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ માત્ર મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ રાજકારણમાં મુખ્ય ખેલાડી તરીકે તેની હાજરી જાળવવા માટે પણ જરૂરી બની ગઈ છે.
આ સિવાય પાર્ટી અડધો ડઝન રાજ્યોના પ્રભારીઓની પણ બદલી કરશે. અહીં નવા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા કોઈપણ ચાર્જ વગર જ પાર્ટીમાં મહાસચિવનો હોદ્દો ધરાવે છે. આવી સ્થિતિમાં તેમને મોટા રાજ્યનો હવાલો સોંપવામાં આવી શકે છે અથવા ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમની રચના કરીને તેમને મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે.
આવી સ્થિતિમાં બીકે હરિપ્રસાદ, સચિન રાવ, મીનાક્ષી નટરાજન, શ્રીનિવાસ બીવી, પરગટ સિંહ, અજય કુમાર લલ્લુ, હરીશ ચૌધરી, જિજ્ઞેશ મેવાણી, ક્રિષ્ના અલાવારુ, મોહમ્મદ જાવેદ, અભિષેક દત્ત, પ્રકાશ જોશી અને ગણેશ ગોડિયાલ જેવા પાર્ટી હાઇકમાન્ડના નજીકના ગણાતા અનેક નેતાઓ ફરી પાછા આવી શકે છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ’નિષ્ક્રિય’ સભ્યોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એકે એન્ટોની, અંબિકા સોની, મુકુલ વાસનિક અને આનંદ શર્માનો સમાવેશ થાય છે.
પાર્ટી નેતૃત્ત્વએ ૩૬ સભ્યોની માં કેટલાક નવા નિયુક્ત પદાધિકારીઓનો સમાવેશ કરવો પડશે અને તેથી વર્કિંગ કમિટીમાં કેટલીક નવી બેઠકો બનાવવી પડશે. જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, રણદીપ સુરજેવાલા અને ચરણજીત સિંહ ચન્નીની જગ્યાઓ પણ ખાલી થઈ રહી છે.
આસામમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી થવાની શક્યતા છે આથી ગૌરવ ગોગોઈને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે તેવી શક્યતા છે. સુરજેવાલા હરિયાણામાં કોંગ્રેસ એકમો અને પંજાબમાં ચન્નીનું નેતૃત્ત્વ કરવા ઇચ્છે છે. ગયા અઠવાડિયે, ચન્નીનું નામ છૈંઝ્રઝ્ર જનરલ સેક્રેટરી તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને પંજાબના રાજકારણમાં વધુ રસ છે.
આ ઉપરાંત રણદીપ સુરજેવાલા, ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ, ભંવર જિતેન્દ્ર સિંહ અથવા અશોક ગેહલોતને પણ નવી જવાબદારીઓ મળતી જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોમ્યુનિકેશન વિભાગના જનરલ સેક્રેટરી જયરામ રમેશને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વરિષ્ઠતાના સંદર્ભમાં હાઇકમાન્ડ તેમના માટે વધુ સારો વિકલ્પ શોધી શક્યા નથી. આવી સ્થિતિમાં, શક્ય છે કે, હાલના તબક્કે, તેમના આશ્રય હેઠળ ધીમે ધીમે નવા વિકલ્પોનો અનુભવ થાય.