Jamnagar,તા.24
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે રાત્રે સુભાષ બ્રિજ ઉપર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ગુજરાત ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરને ચેક કરતાં પોતે દારૂ પીધેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
ટ્રાફિક ફરજ પર હાજર રહેલા પી.આઇ. એમ.બી.ગજ્જર તેમજ સ્ટાફના મહેન્દ્રસિંહ ઝાલા અને સત્યજીતસિંહ વાળા દ્વારા લકઝરી બસના ચાલક જીતુભા નારુભાની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની સામે એમ.વી.એક્ટ-185 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જીવના જોખમે પેસેન્જરને લઈ જનારા બસ ચાલકને પોલીસ લોકપમાં પૂરી દેવાયો છે, જયારે લક્ઝરી બસમાં અન્ય ડ્રાઇવરને ચડાવીને બસને આગળ જવા દેવામાં આવી હતી.