Jamnagar તા.4
જામનગર શહેર ના રણજીત સાગર રોડ, સાધના કોલોની વાળા માર્ગે કેટલાક ધંધાર્થી ઓ દ્વારા જાહેર રોડ ઉપર દબાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અને અમુક ધંધાર્થીઓનો માલ સામાન જપ્તીમાં લેવામાં આવ્યો હતો.
જામનગર શહેરના અનેક માર્ગો ઉપર ધંધાર્થીઓ દ્વારા દબાણો કરવામાં આવતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે .જેની સામે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને આવા ધંધાર્થીઓનો માલ સામાન જપ્તી માં લેવામાં આવી રહ્યો છે. તેમજ તેને ત્યાં થી દૂર કરવામાં આવી રહ્યા છે.
આજે શહેરના સાધના કોલોની માર્ગે શાકભાજી , સીઝનલ મસાલાવાળા, તરબૂચ વેચનારા સહિતના કેટલાક ધંધાર્થીઓ દ્વારા મંડપ ઊભા કરીને જાહેર રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ત્રાટકી હતી. અને કેટલાક ધંધાર્થીઓનો માલ સામાન ભરીને જપ્તીમાં લેવામાં આવ્યો હતો જેને ટ્રેક્ટરમાં ભરી ને મહા નગરપાલિકાની કચેરીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અને તેમના મંડપો દૂર કરીને જગ્યા ખુલી કરાવી હતી.