GST માં પણ ટેકસ સ્લેબ અને દરોમાં ઘટાડાની તૈયારી

Share:

New Delhi,તા.05

કેન્દ્રની મોદી સરકારે આવકવેરામાં મોટી રાહત આપ્યા બાદ જીએસટીમાં પણ મોટા ફેરફાર કરવા જઈ રહી છે અને ટુંક સમયમાં જીએસટી કાઉન્સીલની બેઠક મળનાર છે. જો કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા અંગે કોઈ નિર્ણય લેવાશે નહી તે નિશ્ચિત છે.

નાણામંત્રી નિર્મલા સીતારામનને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, હાલની જીએસટી વ્યવસ્થામાં જે ચાર સ્લેબ છે તેમાં ઘટાડો કરવા માટે તૈયાર છે અને જીએસટી દરમાં આ ઘટાડો થશે અને કેટલીક અલ્ટ્રા-લકઝરી ચીજોના જીએસટી મળશે.

હાલ દેશમાં જીએસટી 5-12-18 અને 28%ના સ્લેબ છે. જેમાં લકઝરી આઈટમો અને તંબાકુ, સિગારેટ, શરાબ વિ. જે આરોગ્ય માટે નુકશાન કરે તેવા ઉત્પાદનો છે તેના પર 28% જીએસટી વસુલાય છે અને ખાદ્ય પદાર્થો તથા અનેક પ્રકારના પેકીંગ-ઉત્પાદનો પર 5% જીએસટી વસુલાય છે.

હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળની મંત્રીજૂથની બેઠકમાં જીએસટીમાં એક સ્લેબ ઘટાડાની ભલામણ કરવામાં આવી છે જેથી 12 અને 18%ના સ્લેબને ભેળવી દઈને 15%નો નવો સ્લેબ મળશે તેવા સંકેત છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સ્લેબ અને દરોમાં બદલાવ એ મહત્વનો એજન્ડા છે અને બહું જલ્દી તેના પર નિર્ણય લેવાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *