કાળઝાળ ગરમી વચ્ચે South Gujarat માં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા જિલ્લાઓમાં મેસેજ કરાયા

Share:

Surat,તા.૧૨

હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાયા હોવાની માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં વીજળી ગુલ થઈ છે.  વીજ કંપની દ્વારા ૪થી ૬ વાગ્યા સુધીમાં પવાર કાપના મેસેજ કરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેર સહિત અનેક વિસ્તારોમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો હોવાની માહિતી છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. આ અંગે ડીજીવીસીએલના એક અઘિકારીએ જણાવ્યું હતું કે ૪૦૦ કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ હોબાળો કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે, આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. એક કલાકમાં આ સમસ્યા દૂર થઈ જશે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે.

ગેટકો અને ન્સ્ેં તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉકાઈ ટીપીએસની ૪ યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેના કારણે ૫૦૦ મે.વોટ ઉત્પાદન ઘટ્યું છે. ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબ-સ્ટેશન્સ પર શૂન્ય વીજ પુરવઠો એસપીએસ ઓપરેટ થવાને કારણે છે, જે લોડ ઘટાડવા અને સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે કાર્યરત છે.એસએલડીસી સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે, તેથી કૃપા કરીને ગભરાશો નહીં અને લોડ પુનઃસ્થાપિત થતો જાય અને સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવે તે અંગે અપડેટ આપતા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *