Rapar and Gagodar માં જીરૂ-એરંડા સાથે બે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઈ

Share:

Gandhidham,તા.12

૫ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી ઝડપી પાડી છે. એરંડા- જીરૂના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી અને તેનું સ્થાનીકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે. નવાઈની વાત એ છે કે રાપર પોલીસ જ્યારે ખેતરમાં દરોડો પાડી પોશડોડા ઉખેડી રહી હતી ત્યારે નજીકમાં જ ગાગોદર પોલીસની હદમાં પણ પોશડોડાની ખેતી થતી હોવાની બાતમી મળતા રાપર અને ગાગોદર પોલીસે સાથે મળી કુલ ૩.૪૧ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડામાં ૧ આરોપી હાથમાં આવી ગયો હતો જ્યારે ૨ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *