વલ્લભીપુરથી તાલુકાના પાટી ગામનું અંતર ૩ કિ.મી.જેવુ થાય છે. પાટી ગામના વેપારીઓનું હટાણું તેમજ લોકોની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીનું કેન્દ્ર વલ્લભીપુર છે. આ ગામમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલકોને દિવસમાં ચારથી પાંચ વાર વલ્લભીપુર આવવાનું રહેતું હોય છે. આ ગામ જવાનો રોડ વર્ષોથી તૂટી ગયો છે. અત્રે ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ચોમાસામાં રોેડ ઉપર પાણી ફરી વળતા હોય જેથી ત્રણ -ચાર દિવસ પાટીગામ સંપર્ક વિહોણું થઇ જાય છે.ગ્રામજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્રને અનેકવાર મૌખિક ફરિયાદો કરાઈ છે પરંતુ પેધી ગયેલા જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમજ નેતાઓ પણ આ નાનું ગામ હોવાથી રસ લેતા ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. સામાજિક કાર્યકર જીતેન્દ્રસિંહ ગોહિલએ આ રોડ તાત્કાલિક નવો અથવા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
Trending
- Kartik Aaryan ઇચ્છાધારી નાગ બનશે, જીતેન્દ્ર અને શ્રીદેવીએ પણ ફિલ્મોમાં આવા પાત્રો ભજવ્યા છે
- Sukesh Chandrasekhar જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો,તમારી માતા તેમની પુત્રી તરીકે પુનર્જન્મ પામશે
- Prithvi Shaw તાજેતરમાં તેની કથિત ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયા સાથે જોવા મળ્યો
- આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે
- પહેલગામ પર્યટક હુમલો- 35 વર્ષમાં પહેલીવાર કાશ્મીર પણ આતંકવાદ સામે રસ્તા પર ઉતર્યું
- ભારતને સમર્થન આપતા સમગ્ર વિશ્વએ આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો
- તંત્રી લેખ…કાશ્મીરમાં આતંકનાં મૂળ કાપવાનો સમય
- Kangana Ranaut ને ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલતાન’માં મુખ્ય ભૂમિકા ઓફર થઈ હતી