Jamnagar તા ૧,
જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વેશ્યાવૃત્તિ કરાવવા માટે નવો નુસખો અપનાવાયો હતો, અને સરકારી જગ્યામાં એક ટેમ્પો પાર્ક કરાવી તેની અંદર પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે બહારથી એક યુવતીને હાજર રખાવી શરીર સુખ માણવા માટે એ.સી. પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી કુટણખાનું ચલાવવા ના મામલામાં પોલીસે દરોડો પાડી નિવૃત પોલીસપુત્ર ની અટકાયત કરી લીધી છે. જેની પાસેથી ચાર નંગ મોબાઈલ ફોન,૨૦ નંગ કોન્ડમ, એક ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત ૧૫ લાખથી વધુની માલમતા કબજે કરી છે.
આ પ્રકરણમાં એક આરોપીને ફરારી જાહેર કરાયો છે. આ ઉપરાંત તેણે પોતાની ખાનગી કારમાં પોલીસ નો સિમ્બોલ લગાડીને સરકારી વાહન તરીકે દર્શાવવા માટેનો દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતો અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા કે જે નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે, અને અગાઉ પોતાના જ ઘરમાં કુટણખાનું ચલાવવા સહિત એકથી વધુ વખત પકડાઈ ચૂક્યો છે.
જેણે પોતાના ઘરને બદલે ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં શરીર સુખ માણવા માટે ની વ્યવસ્થા ગોઠવી છે, અને જે વાહન પણ તેણે સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં વેશ્યાવૃત્તિ ચલાવવાનું કાવતરું કર્યું છે.
જે બાતમીના આધારે ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પીએસઆઇ આર.ડી. ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સ ની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનના જોધપુર થી યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જે દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને તેમાં પુરુષ ગ્રાહક તરીકે આવેલો દ્વારકાનો દિલીપ નામનો શખ્સ ભાગી છૂટ્યો હતો. જેના ૯૩૨૮૪૮૦૯૮૪ નંબર પોલીસને પ્રાપ્ત થઈ ગયા હતા, જે નંબરના આધારે તેને શોધવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
જયારે મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા પોલીસના હાથમાં આવી ગયો હતો. પોલીસે તેની અટકાયત કરી લઈ તલાસી લેતાં તેના કબજામાંથી જુદા જુદા ચાર નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે મોબાઈલ ફોન કબજે કરી લેવામાં આવ્યા છે.
ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં અંદર પુરુષ ગ્રાહકો માટે એ.સી. ની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખી ને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ત્યાંથી પોલીસે ૨૦ નંગ કોન્ડમના પેકેટ કબજે કર્યા છે, અને તેની સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ -૩,(૧), ૪(૧), અને ૫ (૧) ૫-(૧ બી), ૬ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. સાથો સાથ પોલીસની તપાસ દરમિયાન તેની માલિકીની એક્સ.યૂ.વી. કાર ત્યાં હાજર હતી, જે કારની તપાસણી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઇમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસી ઇન્સ્પેક્ટર ના હોદ્દા નો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે, અને પોલીસ નંબર પ્લેટ નો ઉપયોગ કરવા ના મામલે અલગથી કલમનો ઉમેંરો કર્યો છે.
આ ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સ માંથી મળી આવેલી એક યુવતી કે જે પોતે રાજસ્થાનના જોધપુર થી બે દિવસ પહેલાં આવી હોવાની કબુલાત આપી હતી, જેણે ગઈકાલના એક જ દિવસમાં ૧૦ પુરુષ ગ્રાહકોને સંતોસ્યા હોવાનું કબુલી લીધું હતું.
અશોકસિંહ ઝાલા દ્વારા પુરૂષ ગ્રાહકો પાસેથી ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવીને ૫૦૦ પોતે રાખતો હતો, અને ૫૦૦ યુવતિને આપતો હતો. જે યુવતી પાસેથી પોલીસે ૧૧,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લીધી છે, અને યુવતી ને હાલ વિકાસ ગ્રહમાં મોકલી દેવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા અશોક સિંહ ઝાલા ના ઘરની ઝડતી કરવામાં આવી રહી છે.