Jetpur : કટીંગ વેળાએ પોલીસે ત્રાટકી, 2.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Share:
શરાબની 1824 બોટલ, એકટીવા અને માલવાહક મળી રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ કબજે
Jetpur,તા.08
 જેતપુર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ખીરસરા રોડ પરthi માલવાહક વાહનમાંથી રૂપિયા 2.73 લાખની કિંમતના વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે વાહનો અને દારૂ મળી રૂપિયા 5.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બંને વાહન ચાલકોના નંબરના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં હોળી ધુળેટીના પર્વ પૂર્વે  દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હિમકરસિંહએ આપેલી સુચના ને પગલે જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ હેરમા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ખીરસરા રોડ પર જીજે 32 પી 49 66 નંબરમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઇ ભુરાભાઈ માલીવાડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. બરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો અને માલવાહક માંથી રૂપિયા 2.73 લાખની કિંમતના 1824 નાની બોટલ મળી આવી હતી પોલીસે બનાવ સ્થળેથી એકટીવા દારૂ અને માલવાહક મળી રૂપિયા 5.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બંને વાહનના નંબરના આધારે બુટલેગર સહિતની શખ્સોની શોધખોળ હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *