શહેરના બેડી ચોકડી થી માલીયાસણ ગામ તરફ જતા બીજા રીંગરોડ પર એલસીબી ઝોન ટુ એ ફિલ્મી ઢબ્બે કારનો પીછો કરતા કાર ડિવાઈડર ફસાઈ જતા કારમાંથી રૂપિયા 30,000 ની કિંમતને દારૂ બિયરના જથ્થો સાથે બનાસકાંઠા જિલ્લાના જગદીશ ઠાકોર ની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી રૂપિયા ૫.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસને જોઈ નાશી છૂટેલા શખ્સને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વન ના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તરફથી જીજે 27 બી એસ 31 46 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા ને મળેલી બાતમીના આધારે બેડી ચોકડી પાસે કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર ,સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરની કાર પુરપાટ ઝડપે નીકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક કાર લઈને બેડી ચોકડી થી માલ્યાસણ તરફ રીંગરોડ પર નાસી છૂટતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક તરફ ભાગવા જતા રોડ ડિવાઈડર સાથે ફસાઈ ગઈ હતી ત્યારે એક શખ્સ અંધારાનો કારનો દરવાજો ખોલી નાશી ગયો હતો જ્યારે કારના ચાલક બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાસણ ગામનો જગદીશ તલાજી ઠાકોર ને ઝડપી લીધો હતો અને કારની તલાસી લેતા જેમાં 96 બોટલ દારૂ અને 92 બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ મોબાઈલ અને કાર મળી રૂપિયા 5.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા જગદીશ ઠાકોરની પ્રાથમિક સાથે તેનો મિત્ર અશોક હેમંત ઠાકોર હોવાનું કહેતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે આ દારૂનો છઠ્ઠો ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે
Trending
- Vadodara ના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજના પાણીના નિકાલની વિકટ સમસ્યા
- Gujarat માં મલેરિયાની ઘાતક અસર યથાવત્ : દર મહિને સરેરાશ 381 કેસથી ચિંતા વધી
- કાલે Bhavnagar ના આશરે 40 ટકા વિસ્તારમાં ભરઉનાળે પાણી કાપ
- Surendranagar: છુટ્ટાછેડા લીધા વગર પતિએ બીજા લગ્ન કરતા ત્રણ વર્ષની કેદ
- Chotila police મથકે લોકોનો હલ્લાબોલ મહિલાઓએ બંગડી ફેંકી આક્રોશ દર્શાવ્યો
- Ishan Kishan માર્યો લોચો! નોટ આઉટ હતો છતાં પેવેલિયન તરફ ચાલતો થયો
- IPLના 5 ખેલાડીઓ જેમણે એક જ મેચમાં ધૂમ મચાવી પછી સદંતર ‘ફ્લોપ
- Pakistan ને મોટો ઝટકો આપવાની તૈયારી, BCCIએ ICCને પત્ર લખી કરી મોટી માગ