Sri Lankan,તા.5
થાઈલેન્ડનો બે દિવસનો પ્રવાસ પુરો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકા પહોંચ્યા હતા અને ભારે વરસાદ વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.શ્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. કોલંબોના સ્વતંત્રતા ચોકમાં શ્રી મોદીને તોપની સલામી પણ આપવામાં આવી હતી. 2019 બાદ મોદીનો આ પ્રથમ શ્રીલંકા પ્રવાસ છે.
અગાઉ તેઓ બે વખત આ દેશની મુલાકાતે ગયા હતા. એરપોર્ટ પર શ્રીલંકા સરકારના પાંચ મંત્રીઓ મોદીનું સ્વાગત કરવા આવ્યા હતા અને તેઓ આજે શ્રીલંકાના વડાપ્રધાન હરીની અમરસુરીયા અને રાષ્ટ્રપતિ અનુરા કુમારા ડીસાનાયકે સાથે દ્વીપક્ષી વાટાઘાટ કરશે.
શ્રી મોદીની આ મુલાકાત વ્યુહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વની છે. શ્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ડીસાનાયકે શ્રીલંકાના ઐતિહાસિક શહેર અનુરાધાપુરા પણ જવાના છે જયાં તેઓ મહાબોધી મંદિરમાં દર્શન કરશે.ભારત અને શ્રીલંકા વચ્ચે 35 વર્ષ પુર્વે એનટીટીઈના કારણે જે કડવાશ ઉભી થઈ હતી તે હવે ખત્મ થઈ ગઈ છે.