પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે છે.
Surat,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. તાજેતરમાં જ જામનગર વનતારાની મુલાકાતે આવ્યા બાદ પીએમ મોદીનો આ સતત બીજો ગુજરાત પ્રવાસ છે આજે ૭ માર્ચ, શુક્રવારે બપોરે પીએમ મોદી પ્રથમ સુરત એરપોર્ટ પર ઉતર્યા હતાં અને ત્યાંથી તેઓ સીધા સેલવાસા ગયા હતાં પીએમ મોદીના કાર્યક્રમમાં સુરતના પર્વત પાટિયાથી લિબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી ૩ કિમીનો રોડ શો કર્યો હતો અને સાંજે ૫ વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનો કરી આ સાથે તેઓ સુરતમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને લાભ પ્રદાન કર્યા હતાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સિલવાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેઓ બપોરે ૨ વાગ્યે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસા જવા રવાના થયા. તેમણે અહીં ૪૫૦ બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, ૬૫૦ પથારીની ક્ષમતાવાળા બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. આ પછી, તેમણે સિલ્વાસામાં ૨૫૮૭ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “દાદર નગર હવેલી આપણો વારસો છે. અમે અહીંના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. દાદરા નગર હવેલીને પર્યટન સાથે જોડવી જોઈએ. તે તેની આધુનિક સેવાઓ માટે જાણીતું હોવું જોઈએ. સિલવાસા એક નવી ઓળખ સાથે ઉભરી રહી છે.
સેલવાસ, દાદરા અને નગર હવેલીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે, સેલવાસ અને આ રાજ્યને એક આધુનિક ઓળખ મળી રહી છે. તે એક એવું શહેર બની ગયું છે જ્યાં દરેક જગ્યાએથી લોકો રહે છે. આ સ્થળનો વૈશ્વિક મિજાજ દર્શાવે છે કે અહીં કેવી રીતે નવી તકો વિકસિત થઈ છે, અને તે પણ ઝડપી ગતિએ… દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ આપણા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશો જ નહીં પરંતુ આપણો ગૌરવ અને વારસો છે.”
યુટી દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ કે પટેલે અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું. ત્યારબાદ પીએમએ નમો હોસ્પિટલના પ્રથમ ફેસનું લોકાર્પણ કર્યું હતું. હોસ્પિટલના લોકાર્પણ સહિત તેમણે અન્ય ૨૫૮૭ કરોડના વિવિધ વિકાસના કામોનું પણ લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદી સાંજે સિલવાસાથી સુરત પહોંચ્યા હતાં અહીં તેઓએ એરપોર્ટથી લિંબાયત સુધી ૩ કિમી લાંબો રોડ શો કર્યો હતો આ સમયગાળા દરમિયાન, તેમના સ્વાગત માટે દર ૧૦૦ મીટરે ૩૦ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે, જેમાં શહેરના ૩૦ અલગ-અલગ પોઈન્ટ પર વિવિધ પ્રાંતના લોકો તેમના અનોખા શૈલીમાં સ્વાગત માટે આતુર છે.મહારાષ્ટ્ર પ્રાંતના લોકો પરંપરાગત ઢોલ-મંજીરા સાથે પીએમનું કરશે સ્વાગત ..રોડ શો દરમિયાન મહારાષ્ટ્ર પ્રાંતના લોકો પરંપરાગત વાદ્ય યંત્રો જેમ કે મંજીરા અને ઢોલક સાથે પીએમ મોદીનું સ્વાગત કરશે. મહારાષ્ટ્રીયન લોકો તેમનાં લેઝીમ નૃત્ય અને પારંપરિક સંગીત દ્વારા ભવ્ય સ્વાગત કરી તેમની સંસ્કૃતિ પ્રસ્તુત કરશે.
મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલાં ૩૦થી વધુ સ્ટેજ પર દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશનાં ૨૬ રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે.
સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ,ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી અને અન્ય મંત્રીઓ સહિત સુરતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. પાટીદાર સમાજના નેતા મંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય મનુ કોવા,વિનુ મોરડીયા મેયર દક્ષેશ માવાણી અને ડાયમંડ કિંગ ગોવિદ ધોળકિયા સહિત અનેક આગેવાનોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતાં.રોડના બંન્ને બાજુએ મોટી સંખ્યામાં હાજર લોકોએ મોદી…મોદી,ભારત માતા કી જય. વંદે માતમરના સુત્રોચ્ચાર કર્યા હતાં. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તેમણે વડાપ્રધાન મોદી ઉપર પુષ્પ વર્ષા કરી હતી.તેમના હાથમાં તિરંગો અને ભાજપનો ધ્વંજ હતો મહિલાઓ અને બાળકો પણ માર્ગ પર જોવા મળ્યા હતાં.