PM Modi એ વિકી કૌશલની છાવા વખાણી

Share:

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદમાં, દેશના વડા પ્રધાને છાવ ફિલ્મની પ્રશંસા કરી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગની પણ પ્રશંસા કરી

Mumbai, તા.૨૪

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદમાં, દેશના વડા પ્રધાને છાવ ફિલ્મની પ્રશંસા કરી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગની પણ પ્રશંસા કરી.આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, અને પીએમ મોદીએ તેના વિશે કહ્યું હતું, “આજકાલ, છાવા કી ધૂમ માચી હુઈ હૈ,” જે દર્શાવે છે કે ફિલ્મનો પ્રભાવ દેશભરમાં વધી રહ્યો છે.આ પરિષદમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી અને હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ આપી છે. અને આ દિવસોમાં ફિલ્મ ‘છાવા’ દેશભરમાં ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની બહાદુરીને શિવાજી સાવંતની મરાઠી નવલકથાથી પ્રેરિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે.”“છાવા” ફિલ્મ દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં, વિક્કી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે, જ્યારે રશ્મિકા મંડન્નાએ યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવી છે, અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે, ડાયના પેન્ટીએ ઝિનાત-ઉન-નિસા બેગમની ભૂમિકા ભજવી છે, આશુતોષ રાણાએ હમ્બિરરાવ મોહિતેની ભૂમિકા ભજવી છે અને દિવ્યા દત્તાએ સોયરાબાઈની ભૂમિકા ભજવી છે.આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. આ ફિલ્મે માત્ર દર્શકોના દિલ જ જીત્યા નથી, પરંતુ અત્યાર સુધીમાં વિશ્વભરમાં  ૩૧૦.૫ કરોડથી વધુની કમાણી પણ કરી છે. ફિલ્મની સફળતાએ તેને એક મહત્વપૂર્ણ ફિલ્મ બનાવી છે જે દેશભરમાં છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી અને તેમના અદમ્ય સાહસને પ્રદર્શિત કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *