Junagadhતા.3
એશિયાટીક લાઈનના મુખ્ય ગણાતા સાસણ ગીર ખાતે ગત સાંજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ભાલછેલ હેલીપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6-30 કલાકે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી પાર્કમાં એશીયાન્ટીક સિંહોના દર્શન કરી ઉગતા સૂર્યનારાયણ સાથે સિંહોને નિહાળ્યા હતા.
આજે તા.3-3 એટલે કે વિશ્વ જીવ નેશનલ બોર્ડ ફોર વાઈડલાઈફ નિમિતે વડાપ્રધાનના અધ્યક્ષતામાં સિંહ સદન સાસણ ખાતે વન વિભાગના દેશના જુદા જુદા રાજયોમાંથી આવેલા 50થી વધુ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કેસરીસિંહએ સોરઠની શાન છે દેશમાં ડાલામથ્થા એશીયાટીક સિંહો ડાલામથ્થાઓ જંગલમાં વિહારતા હોય તેને જોવા દેશ વિદેશમાંથી સહેલાણીઓ અહીં આવે છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં નેશનલ વાઈલ્ડ લાઈફની મીટીંગમાં પ્રોજેકટ લાયન અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે. જેમાં સિંહ સંરક્ષણ-સિંહ સંવર્ધન તેમની જાળવણી આરોગ્ય સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે.
ગીરના સિંહ દેશનું ગૌરવ છે. જુનાગઢના નવાબ મહોબતખાનજીએ સિંહના શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. આઝાદી બાદ હાલ સિંહની સંખ્યા 15માંથી વધુને 674 ઉપરના આંક ઉપર પહોંચી છે.
ગીર અભ્યારણ્યની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. ગીર જંગલ ઉપરાંત અભ્યારણ્યનો વિસ્તાર 1412 ચો.કીલોમીટરમાં પથરાયેલો છે. ગુજરાતના 9 જીલ્લાઓ 53 તાલુકાઓ એટલે કે બરડાથી બોટાદ સુધીનો 30 હજાર ચો.કી.મી.નો વિસ્તાર છે.
વાઈલ્ડલાઈપ પ્રોટેકશન ટાસ્કફોર્સ ડિવિઝનની જુનાગઢમાં સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મેદીના ડ્રીમ પ્રોજેકટની જાહેરાત કરી હતી તે માટે 2927 કરોડ મંજુર કરાયા છે. બેઠક પૂર્ણ કરી મોદી હેલીકોપ્ટર દ્વારા 11-15 કલાકે રાજકોટ એરપોર્ટ કાતે જવા રવાના થઈ ગયા હતા.
મોદીના આગમન સમયે ગીર સાસણ તાલાલા ગીર પંથકના લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા જે ગીર કંદરાઓ જંગલ મોદીના નામથી ગુંજી ઉઠયું હતું. ચકલું પણ ન ફરતે તેવી કિલ્લાબંધી કરવામાં આવી હતી. કોઈ પણ પત્રકારો કે અન્ય વ્યકિતઓને ગીર સાસણ સદનમાં પ્રવેશ અપાયો ન હતો.