ગુજરાત રાજ્યના ૨૦૨૫-૨૬ના બજેટમાં સરકારી નોકરીઓને લઈને મોટા આયોજનને લઈને જાહેરાત કરવામાં આવી હતી
Gandhinagar, તા.૨૦
ગુજરાત રાજ્યના ૨૦૨૫-૨૬ના બજેટમાં સરકારી નોકરીઓને લઈને મોટા આયોજનને લઈને જાહેરાત કરવામાં આવી હતી. જેથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનોનું સરકારી નોકરીનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા આગામી સમયમાં ૨૨,૦૦૦થી વધુ શિક્ષકની ભરતી કરવાનું આયોજન છે, જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે જીઇઁ, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે.
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત ૨૨,૦૦૦ કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. તો બીજી તરફ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬થી ૮ની ૭૦૦૦ જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની કામચલાઉ મેરિટ યાદી આજે બપોરે ૩ઃ૩૦ વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કામ ચલાઉ યાદી રંંજઃ//દૃજહ્વ.ઙ્ઘીખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ૈહ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
– મિશન સ્કૂલ્સ ઑફ એકસેલન્સઅંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૫૦૦૦થી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ૨૯૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– નમો લક્ષ્મી યોજના માટે ૧૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– રાઇટ ટુ એજયુકેશન ઍક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૭૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને સહાય માટે ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ૨૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત ૨૨,૦૦૦ કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
– મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫,૦૦૦ વિદ્યાર્થીઓને સહાય માટે ૧૦૦કરોડની જોગવાઈ.
– મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦,૦૦૦ વિદ્યાર્થીઓને સહાય માટે ૭૦ કરોડની જોગવાઈ.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે.
એવામાં ગુનાખોરી ઘટાડવા માટે ગુજરાત રાજ્યના ૨૦૨૫-૨૬ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી છે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે જીઇઁ, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે.
માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.