Valsad:ટ્રેનમાં સીટ મુદ્દે પેસેન્જરને માર મારનાર પાસ હોલ્ડરને બે વર્ષની કેદ

Share:

Valsad, તા. 5
મોટાભાગે ટ્રેનમાં પાસ હોલ્ડરની ધાક રહેતી હોય છે. ત્યારે બે વર્ષ પહેલાં ફ્લાઈંગ રાણી ટ્રેનમાં વાપી સ્ટેશન બાદ જનરલ કોચમાં બેસવા દેવાના મુદ્દે ફરિયાદી પેસેન્જરને ગાળો આપી લાફો મારીને કાનમાં ગંભીર ઈજા કરી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપનાર આરોપી પાસ હોલ્ડરને સુરત રેલ્વે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પંકજ રાઠોડે ઈપીકો-325ના ગુનામાં બે વર્ષની કેદ,ફરિયાદીને 20 હજાર વળતર પેટે ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારી છે.

ફરીયાદી કેતનભાઈ મનસુખભાઈ બરવાળીયા ગઈ તા.9-6-23ના રોજ ફ્લાઈંગ રાણી ટ્રેનમાં જનરલ કોચમાં બેસીને મુસાફરી કરતા હતા. જે દરમિયાન વાપી રેલ્વે સ્ટેશન બાદ પાસ હોલ્ડર્સ દ્વારા જનરલ કોચમાં બેસવાના મુદ્દે તકરાર કરી હતી.

તેમાં 25 વર્ષીય આરોપી પાસ હોલ્ડર સુમિત અજીતભાઈ પટેલએ ફરિયાદીને ડાબા ગાલ પર લાફો મારી કાનમાં ગંભીર ઈજા પહોંચાડીને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી.જે અંગે ફરિયાદી કેતન બરવાળીયાએ વાપી રેલ્વે પોલીસમાં આરોપી પાસ હોલ્ડર સુમિત પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદપક્ષે એપીપી માર્ટીન પરમારે કુલ આઠ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી સુમિત પટેલને દોષી ઠેરવી બે વર્ષની કેદ તથા ફરિયાદીને 20 હજાર વળતર ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *