New Delhi,તા.25
નાણા મંત્રાલયે લોકસભાની એક સિલેકટ ક્મીટીના મેમ્બર્સને ઈન્કમટેકસ બીલના બારામાં ડિટેલમાં જાણકારી આપી હતી. ભાજપના સાંસદ બૈજયંત ‘જય’ પાંડાની અધ્યક્ષતા વાળી આ કમિટીની સોમવારે પહેલી બેઠક યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બીલ હાલમાં કાયદાને સરળ બનાવશે.
6 દાયકા પહેલા બનેલા હાલના કાયદાને વધુ યુઝર- ફ્રેન્ડલી બનાવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ સેશનમાં બીલ રજૂ કર્યા બાદ લોકસભામાં તેમના અનુરોધ પર તેને કમિટીને મોકલવામાં આવ્યું હતું.
સીતારામને જણાવ્યું હતું કે, નવા ઈન્કમ ટેકસ બિલમાં પહેલા વિશ્વાસ, બાદમાં તપાસની ધારણાના આધારે ન્યાયની ભાવનાને આગળ વધારશે. બિલમાં એસેસમેન્ટ યર જેવા શબ્દો હટાવીને ટેકસ યર જેવા શબ્દો રાખવામાં આવશે, જેથી તેને વધુ સરળતાથી સમજી શકાય.
સાથે સાથે અનેક ટેકનીકલ શરતો અને સલાહો પણ હટાવવામાં આવશે. વિધેયક આવકવેરા અધિનિયમ 1961ની જગ્યા લેશે. વિધેયક અંતર્ગત નવો ટેકસ નહીં લગાવાય. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 14 ફેબ્રુઆરીએ 31 સભ્યોની સમિતિની રચના કરી હતી.