Paresh Rawal રણવીર સિંઘની મેથડ એક્ટિંગની રીતને ખોટી ગણાવી

Share:

રણવીર સિંઘે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં અલ્લાઉદ્દિન ખિલજીનો રોલ કર્યો હતો

Mumbai, તા.૪

રણવીર સિંઘે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં અલ્લાઉદ્દિન ખિલજીનો રોલ કર્યો હતો. તેના માટે રણવીરે કેટલી તૈયારી કરી હતી અને તેની માનસિકતા કેવી થઈ ગઈ હતી, તે અંગે રણવીરે કેટલાંક ઇન્ટરવ્યુમાં પણ વાત કરી હતી. તેણે એટલી ગંભીર તૈયારી કરી હતી અને તે પાત્ર એટલું ગંભીર પાત્ર હતું કે ફિલ્મનું શૂટ થઈ ગયા પછી પણ તેના મન પર આ પાત્રની ઊંડી અસર રહી ગઈ હતી. પરેશ રાવલે આ પ્રકારની એક્ટિંગ મેથડ વિશે વાત કરતા કહ્યું કે તેમને આ મેથડ યોગ્ય લાગતી નથી.પરેશ રાવલની આ ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે કહ્યું, “જો તમે આવું કરો છો ને ભાઈ, તો આ ખોટી રીત છે. તમારી અંદર સાક્ષી બાવ હોવો જોઈએ. અચ્છા, મને એક વાત કહો, તમે ગમે તેટલો દારૂ પીવો પણ પછી ઘરે મા પાસે જ જાઓ છો કે પત્નીના પલંગમાં જઇને જ ઊંઘો છો ને. એ સાક્ષી ભાવ છે ને?” આગળ પરેશ રાવલે જણાવ્યું, “એ ખોટું છે કે હું રોલમાં ઘુસી ગયો હતો..તો શું તમે કોઈને છરી મારી દેશો?” ક્લિપના કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી, કોઈએ રણવીરની રીતને સાચી ગણાવી હતી તો કોઈએ પરેશ રાવલનો પક્ષ લીધો હતો. તો કોઈએ પરેશ રાવલના મા પાસે કે પત્ની પાસે દારૂ પી ને જવાની વાતને પણ અયોગ્ય ગણાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *