New Delhi,તા.20
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આઇપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ગયાં વર્ષે યોજાયેલી હરાજીમાં તેને લખનઉએ 27કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પંત આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આઈપીએલમાં આ તેની બીજી ટીમ છે. અગાઉ, તે 2016માં દિલ્હી કેપિટલ્સમાં જોડાયો હતો અને 2021 માં કેપ્ટન બન્યો હતો. પરંતુ દિલ્હીએ તેને છોડી દીધો હતો.
છેલ્લી ત્રણ સિઝનમાં લખનૌનું નેતૃત્વ કેએલ રાહુલે કર્યું હતું. ટીમ પ્રથમ બે સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી. જો કે છેલ્લી સિઝનમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.