New Delhi,તા.06
ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ બની રહેલા સંબંધો વચ્ચે પાક.ના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે કાશ્મીર સહિતના પ્રશ્નો ઉકેલવા માટે વાટાઘાટની તૈયારી દર્શાવી હતી.
જો કે તેમના આ વિમાનો પાક. કબ્જાના કાશ્મીરના મુજજફરાબાદની ‘ધારાસભા’ને સંબોધન સમયે આપ્યા છે. પાક દ્વારા કાશ્મીરીઓના ટેકાના હેતુસર દર વર્ષે કાશ્મીર એકતા દિવસ મનાવાય છે. જો કે ભારતે લાંબા સમયથી કાશ્મીર મુદે ત્રાસવાદ અને વાટાઘાટ સાથે સાથે ચાલી શકે નહી તે એજન્ડા સાથે કોઈ દ્વીપક્ષી વાટાઘાટ કે ક્રિકેટ સહિતના સંબંધો સ્વીકાર્ય ગણ્યા નથી.
શાહબાઝ શરીફે દાવો કર્યો કે. ભારતે 5 ઓગષ્ટ 2019ના વિચારમાંથી (કાશ્મીરને માટેની કલમ 370 નાબુદી)માંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જે ખાતરી આપી હતી તેને પાલન કરવું જોઈએ.
શ્રી શરીફે દાવો કર્યો કે, ફકત વાટાઘાટ જ બન્ને દેશોના સંબંધોને સામાન્ય બનાવી શકે છે. તેઓએ 1999માં ભારત-પાક વચ્ચેના લાહોર-કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ભારત પર શસ્ત્રદૌટનો આરોપ મુકતા જણાવ્યું કે, તેનાથી આ ક્ષેત્રમાં શાંતિ આવશે નહી અને ભારતે ડહાપણ બતાવીને વાટાઘાટના માર્ગે આગળ વધવું જોઈએ.
તેણે ફરી વખત કાશ્મીરમાં આત્મ-નિર્ધારણ હકકનો ઉલ્લેખ કર્યો હતો. જો કે ભારતે આ મુદો અગાઉ જ ફગાવી ફકત પાક. કબ્જાના કાશ્મીર પર પાક અંકુશ છોડે અને ભારતને સુપ્રત કરે તે એકમાત્ર ઉકેલ દર્શાવ્યો છે.